News of Saturday, 16th November 2024
વર્ષ-ર૦ર૪ની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૪૦૦ કિલો ડ્રગ્સ જથ્થા સાથે રપ વિદેશી ખલાસીઓની ધરપકડો
અરબી સમુદ્રમાં ઓપરેશન સાગર મંથનના કુલ ૩ ઓપરેશન બાદ તાજેતરનું પોરબંદર દરીયામાં ૭૦૦ કિલો ડ્રગ્સનું ચોથુ સફળ ઓપરેશન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬: વર્ષ-ર૦ર૪ની શરૂઆતથી ગુજરાતના દરીયામાં ડ્રગ્સની હેરફેર અટકાવવા ‘ઓપરેશન સાગર મંથન' નામ આપવામાં આવ્યું છે. આ ઓપરેશન સાગરમંથન હેઠળ અત્યાર સુધીમાં અરબી સમુદ્રમાં કુલ ૩૪૦૦ કિલો ડ્રગ્સ સાથે રપ વિદેશી ખલાસીઓને ઝડપી લેવાયા છે.
વર્ષ ર૦ર૪ની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતના દરીયામાંથી ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા માટેના ઓપરેશનને ઓપરેશન સાગરમંથન નામ આપવામાં આવ્યું છે. અને અગાઉ એટીએસ ગુજરાત પોલીસની ઓપરેશન્સ અને ઇન્ટેલીજન્સ વીંગના અધિકારીઓની ટીમ બનાવીને આ ઓપરેશનનું સમગ્ર નેતૃત્વ એનસીબી દ્વારા રાખવામાં આવ્યું હતું. અને એન.સી.બી.હેડ કવાર્ટરની ઓપરેશન્સ બ્રાન્ચના અધિકારીઓ, ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટગાર્ડઅને એટીએસ ગુજરાતની ટીમે સમુદ્રમાં અત્યાર સુધીમાં સાગરમંથન-૧ થી સાગરમંથન-૩ના ઓપરેશન પાર પાડી અને ૩૪૦૦ કિલો જેટલુ નાર્કોટીકસ અને ૧૧ ઇરાની તથા ૧૪ પાકિસ્તાની સહિત રપ જેટલા વિદેશી નાગરીકોની ત્રણ ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને હવે આ પોરબંદર દરિયાનું ચોથુ ઓપરેશન સફળ થયું છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
