<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ભાવનગરમાં આરોપીને છાવરવા બદલ હેડ કોન્‍સ્‍ટેબલ સસ્‍પેન્‍ડઃ પી.આઈ.ની બદલી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬ :  શહેરના ભરતનગર પોલીસ મથકમાં ગત ૯ મીનાં રોજ  ટોપ થ્રી સર્કલ પાસે આવેલ શિવમ અમળત-૦૧ માં રહેતા મૂળ બોરડી તા. શિહોર ના વતની અને તળાજા ખાતે સી.આર.સી તરીકે નોકરી કરતા શિક્ષક નિલેશભાઈ અભેસંગભાઈ મોરીએ તળાજા રોડ, કાચના મંદિર સામે આવેલ કસ્‍તુરબા સોસાયટીમાં ચાલતી લાઇબ્રેરી અને હોસ્‍ટેલ બંધ કરી દેવાની ધમકી આપી બાજુમાં રહેતા શખ્‍સ સહિતનાએ કેમ્‍પસમાં આવી ધોલધપાટ કરી ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી

આ ગુનામાં ભરતનગર હેડ કોન્‍સ્‍ટેબલ અશોકભાઈ રાજેન્‍દ્રભાઈ ઉલવા આરોપીને પકડી આવ્‍યા હતા.અને આરોપી સાથે કૂણું વલણ દાખવ્‍યું હતું. આ સમગ્ર ઘટનાને લઇ એસપી એ સસ્‍પેન્‍ડ કરવાનો હુકમ કર્યો છે. આરોપી સાથે કૂણું વલણ દાખવ્‍યું હતું.તેમજ પંચનામા માં પણ બેદરકારી દાખવી હોય  ઉલવાને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે અને ભરતનગર પોલીસ મથકના પીઆઇ ઠાકોરને લીવ રિઝવમાં મૂકી દેવાયા છે .હાલ પીઆઈ કુરેશીને ભરતનગર પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્‍યો છે.

(12:28 PM IST)