News of Saturday, 16th November 2024
જેતપુર નૃરસિંહજી મંદિરના આત્માનદંજીના દ્વિતીય ભંડારા પ્રસંગે ગુરૂવંદના મહોત્સવ

જેતપુરઃ ભાદરનદીના કાંઠે આવેલ શ્રી નૃરસિંહજી મંદિરના મહંત બ્રજલીન શ્રી આત્માનંદજી મહારાજની તૃતિય વાર્ષિક પુણ્યતીથી નિમિતે ભંડારાનું ભવ્ય આયોજન મહંતશ્રી કનૈયાનંદનજી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવેલ આ પ્રસંગે સવારે ૧૦- કલાકે સંતોનું આગમન થયેલ બપોરે ૧૨- કલાકે રામરસાયણ કથાનું આયોજન કરાયેલ જેમાં વ્યાસ પીઠે મંદિરના મહંતશ્રી કનૈયાનંદજી મહારાજ બિરાજી તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવેલ બાદ સાંજે. ૬- કલાકે સમુહ પ્રસાદનું આયોજન ઓમ મનબુધ્ધ અનાથાશ્રમ ધારેશ્વર ખાતે કરવામાં આવેલ આ ભંડારાને સફળ બનાવવા સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર- અહેવાલઃ કેતન ઓઝા- જેતપુર)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
