<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

લીલી પરિક્રમામાં વધુ ૧૩૭ સામે અટકાયતી પગલાઃ રપ૪ વાહનો ટોંઇગ કરાયા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : જુનાગઢ ગીરનાર તળેટી વિસ્‍તારમાં ગીરાર લીલીપરીક્રમાના કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે અને શ્રધ્‍ધાળુઓ કોઇ મિલ્‍કત સબંધી ગુનાનો ભોગ ન બને તે હેતુસર પ્રો.ટીમ દ્વારા કુલ ૩૯૮ બાળક - મહિલા - સીનીયર સીટીઝન શોધી કાઢેલ તેમજ સર્વેલન્‍સ ટીમ દ્વારા કુલ ૧૩૭ અટકાયતી પગલા તેમજ ૧૭૧ર શંકાસ્‍પદ ઇસમો તેમજ ૭૬ દારૂ પીધેલાના કેસો તેમજ ૧૩ પ્રોહી કબજાના કેસો તેમજ ટ્રાફીક શાખા દ્વારા કુલ રપ૪ વાહનો ટોઇંગ તેમજ શી ટીમ દ્વારા કુલ ૧ર૦ બાળકો મહિલા - સીનીયર સીટીઝનનાઓને શોધી અસરકારક કામગીરી કરી હતી.

જુનાગઢ રેન્‍જના મહાનિરીક્ષક નિલેશ ાજજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદમ હેતાના નેતૃત્‍વમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય રહે તેમજ ગીરનારની લીલી પરિક્રમામાં આવનાર શ્રધ્‍ધાળુઓને કોઇ અગવડ ન પડે અને આશરે ૩૬ કિલોમીટર જેટલો ફોરેસ્‍ટ વિસ્‍તાર રહેલ છે. જે ફોરેસ્‍ટ વિસ્‍તારમાં શ્રધ્‍ધાળુઓને સહેલાઇથી પોલીસ મદદ મળી રહે અને પોલીસ શ્રધ્‍ધાળુઓને આ પરીક્રમા દરમિયાન કઇ કઇ રીતે મદદરૂપથઇ શકાય તે માટે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા બંદોબસ્‍તમાં રોકાયેલ તમામ પોલીસ અધિકારી તથા પો. કર્મચારીઓને ગીરનારની પરીક્રમાના દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા અને શ્રધ્‍ધાળુઓને શકય  એટલી તમામ પોલીસ મદદ મળી રહે તેમજ મિલ્‍કત સબંધી ગુના ન બને તે હેતુસર પુરતી તકેદારી રાખી યોગ્‍ય બંદોબસ્‍ત જાળવવા સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય છે.

(2:15 PM IST)