News of Saturday, 16th November 2024
ગિરનાર પરિક્રમાર્થીઓ ઉપલા દાતારબાપુના દર્શનેઃ અન્નક્ષેત્રમાં ભોજન લીધુ

જુનાગઢ : ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ગિરનારની પરિક્રમા કરવા પધારેલા હજારો ભાવિકો દાતાર બાપુના દર્શને પણ પધાર્યા હતા અને દાતારબાપુની જગ્યા ખાતે જગ્યાના મહંતશ્રી ભીમબાપુ દ્વારા પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદ અને નાસ્તાની સુંદર મજાની અવિરત સેવા ર૪ કલાક અન્નક્ષેત્ર ખુલ્લુ મુકી દેવામાં આવ્યું હતુ. સીડી ચડતા અને રસ્તામાં પણ ચા પાણી નાસ્તાનીસુંદર મજાની વ્યવસ્થા દાતારનો સેવકો સંભાળી રહયા છે. આમ છેલ્લા બે દિવસમાં પ૦,૦૦૦ થીવધુ યાત્રિકોએ દાતારબાપુના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી ભાવિકોએ ૩૦૦૦ પગથિયા ચડી દાતારબાપુની જગ્યા ખાતે દાતાર બાપુના દર્શન સાથે મહાપ્રસાદ રસ્તામાં પણ ચા-પાણી નાસ્તાની અવિરત પણ સેવા અપાય હતી અને નીચે યાત્રિકો પોતાનો સામાન રાખી શકે તે માટે પણ એક સુંદર મજાની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
