News of Saturday, 16th November 2024
ઇકોસેન્સેટીવ ઝોન જાહેર કરતા મોટાભાગના લોકો જમીન વેચવા તૈયાર દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓનો ઘટાડો : સાસણગીરમાં રિસોટ હોટલો ખાલી જોવા મળ્યા
જે જમીન ૭૦ થી ૮૦ લાખમાં આપવા તૈયાર ન્હોતા તે ૫૦ લાખમાં ગ્રાહકો શોધે છે :દેવશીભાઇ ચાંડેરાઃ જમીનની ઇન્કવાયરી માટે આવતા ફોન પણ બ્રોકરો ને બંધ થયા બળવંતભાઇ ધામી અમદાવાદ રાજકોટ સૂરત બરોડાના રોકાણકારો એ મારેલ બ્રેકના કારણે સંખ્યાબંધ સોદા રદ થવાના એૅંધાણ

જુનાગઢમાં ગુરૂનાનક જન્મોત્સવ : જુનાગઢ : ગુરૂનાનકજીની જન્મ જયંતિ એ ગિરનાર દરવાજા ખાતે આવેલ ગુરુ દ્વારા ખાતે પુર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ ગુરુ નાનકજીનાં સત્કાર્યોને યાદ કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી આયોજક સમિતિ દ્વારા કોટેચાનું સન્માન કરવામાં આવ્યું હતુ.(૨૩.૧૩)
(વિનુ જોશી દ્વ્ારા) જૂનાગઢ,તા.૧૬ : ઇકોસેન્સેટિવ ઝોન જાહેર કરતા ૬૦ ટકા થી વધુ લોકો જમીન વેચવા તૈયાર થયા હોવાનુ સાસણગીરના રિસોર્ટનામાક્ષિકો એ જણાવ્યેુ છે જેમાં પ્રાઇડ વિગેનોટર હોટલ રિસોર્ટ ᅠના માલિક દેવશીભાઇ સામતભાઇ ચાંડરા એ જણાવ્યુ હતુ કે જે જમીન ૭૦ થી ૮૦ લાખમા આપવા લોકો તૈયાર ન હોતા તો ૫૦ લાખમાં ગ્રાહકો શોધી રહ્યા છે જંગલ પાણી અને પરવાનગી ના લીધે સોના જેવી બની ગયેલી આ ગિર સેન્ચ્યુરી ની જમીન ઇકોસેન્સેટીવ ઝોન લાગવાના જાહેરનામમાં માત્ર થી કથીર જેવી બની જાય છે એવા સંજાગો ઉભા થયા છે
વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ ના માલિક બળવંતભાઇ ધામી એ જણાવ્યુ હતુ કે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ના રોકાણકારો એ પણ હમણા અહિયા રોકાણ કરવા પર બ્રેક મારી છે તેઓ એ વધુમા જણાઁવેલ ૅ કે અહિં ગિર વિસ્તાર નામે દરડા તાલુકાના ભાલછેલ માલણકા હરિપર કરશનગઢ તાલાલા તાલુકા ના સાંગોદરા ચિત્રાડા સહિતના ગામોમાં ખેતીની જમીન ૫૦ થી ૬૦ લાખ રૂા ની વીઘો છે ત્યાં ઇકો સેન્સિટીવ ઝોન લાગવા સાથે જ આ જમીનની કિમત પાંચ પાંચ લાખની વિધો થઇ જાય તેવી શકયતા ઓ દેખાઇ રહી છે અને વિરોધ ટાળવા સરકારે ખેતીની સિઝનના સમય પંસદ કર્યા હોવાનો આક્ષપ પણ બળવંતભાઇ ધામી એ કર્યો હતો આગામી ૧૮ નવેમ્બર વાંધાં ૅસૂચનો માટે ૬૦ દિવસની સમય મર્યાદા પૂર્ણ થાય છે એ પછી ઇકોઝોન અમલી બનાવાનુ જાહેરનામું બહાર પડી જશે જોકે ૅૅગત ઓકટોમ્બર થી જ ખેડુતો એ વિવિધ સ્થળેે સંમેલનો યોજીને વિરોધ શરૂ દીધો છે બળવંતભાઇ એ અંતમાં જણાવેલ કે સાસણની પરિસ્થિતી બહુ ખરાબ થઇ રહી છે આ વર્ષે ટુરિસ્ટો પણ ઓછા આવ્યા છે ઇકોસેન્સેટીવ ઝોન આવશે તો ઘણા સોદાઓ રદ થશે અને જમીનના સોદાઓમાં ખેડુતો પરેશાન થઇ જશે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
