News of Saturday, 16th November 2024
સાવરકુંડલામાં કચરામાં આગ લાગતા કચરાનો નિકાલ ખાતર વાડીમાં કરતા હોવાનો પર્દાફાશ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૧૬: સાવરકુંડલા પાલિકા દ્વારા તમામ કચરાનો નિકાલ પાલિકાની ડંપિંગ સાઈડ પર કચરો નાખવાની માત્ર ગુલબાંગો જ ફેંકવામાં આવી રહી છે અમરેલી રોડ પર અચાનક આગનો બનાવ બનેલ તે આગ ને કાબુમાં લેવા પાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયેલ સાથો સાથ આ બનાવ વખતે અનેક લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા. આ લાગેલી આગની તપાસ કરતા પાલિકાએ નિયમોને નેવે મૂકી તમામ કચરાનો નિકાલ અમરેલી રોડ પર આવેલ ખાતર વાડી માં કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ માત્ર નગર પાલિકાના કચરામાજ આગ લાગી હતી તો શું પાલિકા એ આ કચરો અમરેલી રોડ પર શહેરની વચ્ચે ઠાલવાનો હતો? છતાં પણ ઠાલવવામાં આવતો હતો તો કોની મીઠી નજર તળે આ કચરો અહીંયા ઠલવાય રહ્યો છે? સરકાર માંથી કરોડોની ગ્રાન્ટ મેળવવા પાલિકાના પદાધિકારીઓ અને સત્તાધીશો ડંપિંગ સાઈડ નું રૂડું રૂપકડું સપનું સરકાર માં બતાવી અને માત્ર કાગળો પરજ કામગીરી કરી ગુજરાત સરકાર ને પણ લીલા ચશ્મા પહેરાવી સુકેલું ઘાસ લીલું બતાવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગજ જોવા મળેલ આ ડંપિંગ સાઈડ આખા વર્ષ માટે ખંઢેર હાલત માં પડી રહે છે.
આ ડંપિંગ સાઈડ માં શહેર નો વેસ્ટ કચરો એકઠો કરવા માટે બનાવવામાં આવી હતી એમ છતાં જાણી જોઈ ને આ તમામ કચરો અમરેલી રોડ પર રહેણાંક વિસ્તારમાં શા માટે ઠાલવવામાં આવે છે? તેનો ઙ્કજાને પણ હવે ખ્યાલ આવી ગયો છે.પાલિકામાં ચારશો ઉપરાંત નો સ્ટાફ છે આની પાસેથી નકર કામગીરી લઇ થોડીક માનવતા દાખવવી જોઈએ અને શહેર ને સ્વચ્છ બનાવવુ જોઈએ
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
