<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

કરોડોના ડ્રગ્‍સ સાથે ઝડપાયેલા ૮ ખલાસીઓએ ઇરાની તરીકે ઓળખ આપી પરંતુ હજુ પુરાવો મળ્‍યો નથી

ડ્રગ્‍સ સાથેના જહાજનું રજીસ્‍ટ્રેશન થયુ છે કે કેમ...? ડ્રગ્‍સ કયાંથી આવ્‍યું... અને ડ્રગ્‍સને કયાં પહોંચાડવાનું હતું...?: પોરબંદર એસઓજી દ્વારા ઇરાની ખલાસીઓની આકરી પુછપરછ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ :.. અરબી સમુદ્રમાં ૭૦૦ કિલો ડ્રગ્‍સ કિ. ૩પ૦૦ કરોડના સાથે જહાજમાંથી ઝડપાયેલા ૮ ખલાસીઓએ પોતે ઇરાની નાગરિક તરીકે ઓળખ આપી છે. પરંતુ ઇરાની નાગરિકો અંગે હજુ પોતાના નાગરિકત્‍વ અંગે પુરાવો આપી શકયા નથી.

કરોડોના ડ્રગ્‍સ સાથે ઝડપાયેલા પોતાને ઇરાની તરીકે ઓળખ આપનારા ૮ ખલાસીઓને પોરબંદર એસઓજી ખાતે લાવવામાં આવ્‍યા છે. અને આ ડ્રગ્‍સનો જથ્‍થો કયા લાવ્‍યા ? અને કયાં પહોંચાડવાનો હતો તે અંગે ઇરાની  ખલાસીઓની આકરી પુછપરછ થઇ રહી છે.

 એન.સી.બી., ભારતીય નૌકાદળ અને ગુજરાત એ.ટી.એસ.એ સંયુક્‍ત રીતે ઓપરેશન હાથ ધરીને જહાજમાંથી અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્‍સનો જથ્‍થો કે જેનુ વજન અંદાજે ૭૦૦ કિ.ગ્રા. થવા જાય છે તે પકડી પાડવામાં આવ્‍યો છે અને પોતાની જાતને ઈરાની ગણાવતા આઠ ખલાસીઓને  ઇસમોને પોરબંદર ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્‍યા છે. મળતી માહિતી પ્રમાણે ગઈ

સુરક્ષા એજન્‍સીઓએ એવી બાતમી મળી હતી કે એક કન્‍સાઇનમેન્‍ટમા મોટા પ્રમાણમાં ડ્રગ્‍સનો જથ્‍થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે એન.સી.બી., ભારતીય નૌકાદળ અને એ.ટી.એસ. ગુજરાત દ્વારા આઈ.એમ.બી. એલ. નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્‍યુ હતુ. શ્નઓપરેશન સાગર મંથન-૪ઙ્ખ નામ આપવામાં આવ્‍યુ હતુ અને શંકાસ્‍પદ હાલતમાં પસાર થતુ એક જહાજ સુરક્ષા એજન્‍સીઓએ અટકાવ્‍યુ હતુ અને આ ઓપરેશન હેઠળ જહાજના ક્રૂ મેમ્‍બર્સને શંકાસ્‍પદ રીતે પકડી પાડવામાં આવ્‍યા બાદ  જહાજની અંદર તપાસ કરતા મોટી માત્રામાં ડ્રગ્‍સ મળી આવ્‍યુ હતુ.

ઓપરેશન સાગરમંથન હેઠળ પકડી પાડવામાં આવેલા આઠ જેટલા ક્રૂ મેમ્‍બરની પૂછપરછ કરવામાં આવતા તેઓ ઇરાની હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ તેની પાસેથી તે ઇરાની છે તેવો કોઇ પુરાવો મળ્‍યો નથી. સતત ગુપ્ત માહિતી અને વિશ્‍લેષણના પરિણામે પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં તપાસ હાથ ધરવામાં આવતા આ જહાજનું રજીસ્‍ટ્રશન પણ થયુ નથી તેવું એજન્‍સીની તપાસમાં બહાર આવ્‍યુ હતું. ભારતની પ્રાદેશિક જળસીમામાંથી સુરક્ષા એજન્‍સીઓએ પકડેલા જહાજની તલાસી લેતા તેમાંથી અંદાજે ૭૦૦ કિલોગ્રામ જેટલું શ્નમેથવાસઙ્ખ ડ્રગ્‍સ મળી આવ્‍યુ હતુ. જેની બજાર કિંમત ૩૫૦૦ કરોડ રૂપિયા જેવી થવા જાય છે. જુદી જુદી સુરક્ષા એજન્‍સીઓએ આ તમામ શખ્‍શોની આકરી પૂછપરછ કઅને વધુ તપાસ માટે આ ખલાસીઓને પોરબંદર લાવવામાં આવ્‍યા.

ઈરાનના મનાતા આઠ જેટલા નાગરિકો અને ટ્રક ભરીને ડ્રગ્‍સ સહિતનો મુદામાલ પોરબંદરના પોર્ટની જેટી ખાતે લાવવામાં આવ્‍યા બાદ તેને સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્‍યા છે જ્‍યાં જુદા જુદા પ્રકારની સુરક્ષા એજન્‍સીઓ દ્વારા આ ઇસમોની દુભાષિયાઓની મદદથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

(1:54 PM IST)