News of Saturday, 16th November 2024
ખેડૂતો માટે જૂની કિશાન ફસલ વીમા યોજના ચાલુ કરવા રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૬ : ખેડૂતો અવારનવાર, અતીવળષ્ટિ તેમજ અનાવળષ્ટિ થી પરેશાન થાય છે. અને તેઓ દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે. જેનાથી કિશાનો પરેશાન છે. કિશાન દેવામાં ડૂબતો જાય છે અને ખેડૂતો દ્વારા આથિક તંગી ના કારણે અવારનવાર આત્મ હત્યા ના બનાવો બને છે. તાજેતર માં સૌરાષ્ટ્ર વિસ્તાર માં બે બનાવો બનેલ છે.
સરકાર દ્વારા S.D.R.F. મુજબ જે સહાય ચૂકવામાં આવે છે તે તો ખેડૂતો ની મશ્કરી સમાન છે. જે ખેડૂતો પાંચ લાખનું કરજ લઈને પોતાના પાકો વાવેલ હોય તેને વધારે માં વધારે ફક્ત ૨૩ હાજર રૂપિયા જ મળે તો આનાથીી શું? થાય તો આ યોજના દ્વારા ખેડૂતો ને દાઝ્યા પર ડામ આપવા સમાન હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે.
પરંતુ જો આપની સરકાર ખરેખર ખેડૂતોની સરકાર હોય તા ૨૦૧૪ પહેલા જે સરકારી વીમા કંપની ઓ દ્વારા વીમાનું પ્રીમીયમ લઇ ને વીમો આપવામાં આવતો હતો અને તે કંપની દ્વારા જે વીમો ચુકવવા ની પધ્ધતિ હતી તે જૂની પધ્ધતિ ફરીથી લાગુ કરવા માંગણી છે.
જો આ યોજનામાં પ્રાઇવેટ વીમા કંપની ને આપવામાં આવે તો ખેડૂતોને કેવો અન્યાય કરવામાં આવે છે તે સૌએ ભૂતકાળમાં જોયેલું જ છે મુજબ ખેડૂતો ના હિત માં ફરીથી કિશાન ફસલ વીમા યોજના સરકારી વીમા કંપની દ્વારા ચાલુ કરવા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠનના કાંતિલાલ ડી. બાવરવાએ કરી છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
