<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

વિસાવદરમાં વિડીયો વાયરલ કરનાર યુવાન ઝડપાયો

જુનાગઢ તા. ૧૬: વિસાવદર પો. સ્‍ટે.માં ફરીયાદી સાથે સબંધ રાખવા દબાણ કરી ફરીયાદીની જાણ બહાર તેનો વોટસઅપ વિડીયોકોલથી સ્‍ક્રીન રેકોર્ડીંગ કરી વિડીયો વાયરલ કર્યા અંગેની ફરીયાદ નોંધાયેલ હોય જે ગુનાની ગંભીરતા ધ્‍યાને લઇ વિડીયો વાયરલ કરનાર આરોપી કુલદિપ બહાદુરભાઇ જેબલીયા ઉ.વ. ર૧ ધંધો ખેતી રહે. જાંબુડા ગામ વાળાની તાત્‍કાલીક તપાસ કરી રાઉન્‍ડઅપ કરી પોલીસ સ્‍ટેશન ખાતે લઇ આવેલ તેના મોબાઇલ ફોનમાં અલગ-અલગ છોકરીઓ સાથે વોટસઅપ તેમજ ઇસ્‍ટાગ્રામ-ફેસબુકમાં સારી સારી વાતો કરી તેના ફોટા તેમજ સ્‍કીન રેકોર્ડીંગ વિડીયો બનાવી તેના મોબાઇલમાં સંગ્રહ કરી રાખેલ હોય અને તેની સાથે સબંધ ન રાખે તો આ ફોટો/વિડીયો વાયરલ કરવાની મનોવૃત્તિ ધરાવતો હોય જેથી જો કોઇ છોકરી કે વ્‍યકિત સાથે સબંધ રાખવા કે તેનું ધાર્યું કામ કરાવવા દબાણ કરી આ પ્રકારના ફોટો/વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપેલ હોય અથવા તો વાયરલ કરેલ હોય તો વિસાવદર પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુ તપાસ ઇન્‍સ. આર. એસ. પટેલ ચલાવે છે.

(2:31 PM IST)