<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ધોરાજી વન વિભાગે મોટી પરબડી ગામેથી દિપડો રેસકયૂ કરાયો

દિપડાનૂ રેસકયૂ કરીને જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરી


(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી તાલુકા મોટી પરબડી ગામે દિપડો દેખાતા ગામજનો એ વન વિભાગ ને જાણ કરતાં વન વિભાગનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પડંયા ફોરેસ્ટર, શબનમબેન,ગાર્ડ, રેખાબેન બેરા ,ટ્રેકર, વિરેન્દ્રભાઈ કુંવરિયા તથા અનિલભાઈ સારિખડા
સહિતની ટીમ દોડી જઇને દિપડાનૂ રેસકયૂ કરીને જંગલ વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરી હતી.

 


 

(11:36 PM IST)