News of Sunday, 17th November 2024
ગોંડલમાં મોબાઇલ જોવા બાબતે ઠપકો આપતા 17 વર્ષીય પુત્રીનો ગળેફાંસો ખાઈને આપઘાત
વાડીએ રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું :પરિવારજનોએ મૃતક પુત્રીની આંખોનું દાન કર્યું

ગોંડલમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો છે. સગીરા ભણવાની જગ્યાએ મોબાઇલમાં રચીપચી રહેતી હતી, જેથી માતા-પિતાએ ઠપકો આપતા સગીરાને લાગી આવતા ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સગીરાનાં મૃતદેહને PM માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારજનોએ મૃતક પુત્રીની આંખોનું દાન કર્યું છે.
ગોંડલનાં કૈલાશબાગ અવધવાળી શેરીમાં રહેતા અને ખેતીકામ કરતા હિતેશભાઈ સાવલિયાની 17 વર્ષીય પુત્રી આયુષીએ સાંજે 4 કલાકે ઉમવાડા રોડ પર આવેલી પોતાની વાડીએ રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આયુષીનાં પિતા હિતેશભાઈ સાંજે ગોંડલ ખરખરાનાં કામે ગયા હતા જ્યારે તેની માતા અલ્પાબેન સહિતનો પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન, આયુષીએ વાડીમાં આવેલા તેના બે માળનાં મકાનમાં ઉપલા માળે આવેલા રૂમમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી હતી. થોડા સમય બાદ તેનો નાનાભાઇ રૂમમાં આવતાં તેણે દોરડું કાપી આયુષીને નીચે ઉતારી તેની માતા, કાકા સહિતને જાણ કરી હતી.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
