<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

લીંબડીની સબ જેલમાં ચેકિંગ દરમિયાન ર મોબાઇલ તમાકુ-માવા જપ્ત

(ફઝલ ચૌહાણ) વઢવાણ તા.૧૮ : જેલર ડી.પી. લીંબડ, પોલીસ ગાર્ડ હરપાલસિંહ એસ. ઝાલા, નટવરભાઈ એલ. સોળમીયા,હિતેન્‍દ્રસિં હ એચ.ઝાલા, વિરેન્‍દ્રસિંહ ડી. ઝાલા ફરજ પર ત્‍યારે જેલ ઝડતીની કાર્યવાહી કરાઈ હતી. જેમાં જેલના કાચા કામના કેદીઓના કબજામાંથી તમાકુની પડીકી, માવા તેમજ ૨ મોબાઇલ સહિત રૂ. ૯૦૦નો મુદ્દામાલ પકડાયો હતો. જેલ ઝડતીમાં આરોપી રમેશભાઈ જોરૂભાઈ, સંજયભાઈ રાઠોડ, ઇમરાનભાઈ ખલીફા અને ગનીભાઈ ઇબ્રાહિમભાઇ સામે લીંબડી પોલીસ મથકમાં જેલર દિક્ષિતસિંહ પી.લીંબડે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ ભાવાર્થ જે. સોલંકી ચલાવી રહ્યા છે. આટલી વસ્‍તુઓ પકડાઈ ઝ બેરેક નં. ૦૧માં આરોપી રમેશભાઈ જોરૂભાઈ પાસેથી રૂ. ૨૦ની કિંમતના ૨ માવા. ઝ બેરેક નં.૦૨માં આરોપી સંજયભાઈ રાઠોડ પાસેથી રૂ. ૩૦ની કિંમતના ૩ માવા. ઝ બેરક નં.૦૨ના બાથરૂમ પાસે આવેલ ડોલ વચ્‍ચેથી કાળા કલરનો રૂ.૫૦૦ની કિંમતનો ૧ મોબાઇલ. ઝ બેરેક નં. ૦૨ના આરોપી ઇમરાન ખલીફા પાસેથી રૂ. ૪ નંગ માવા. ઝ બેરેક નં. ૦૫ના સંડાસના ખોખરામાંથી રૂ. ૩૦૦ની કિંમતનો ૧ મોબાઇલ. ઝ આરોપી ગનીભાઈ ઇબ્રાહિમભાઈના થેલામાંથી તમાકુની રૂ. ૧૦ની કિંમતની ૧ પ્‍લાસ્‍ટિકની પડીકી. સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો.

(10:54 AM IST)