<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ભજન ભ્રમ, ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ પુ. મોરારિબાપુ

પૂ. પ્રભુદાસબાપુની ૩૬મી પુણ્‍યતિથી નિમિતે સંતવાણી એવોર્ડ સમારોહ અને સંતવાણી યોજાઇ

 રાજકોટ તા. ૧૮: પુ. મોરારીબાપુના પિતાશ્રી પુજ્‍ય પ્રભુદાસબાપુની ૩૬ મી પુણ્‍યતિથિ નિમિત્તે છેલ્લા ૧૭ વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં  કારતક વદ બીજને રવિવાર તારીખ ૧૭-૧૧-૨૪ના યોજાયો.

        એવોર્ડ સમારોહમાં પુ.મોરારિબાપુએ દિક્ષાંત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે ભજન એ આપણા સૌનો આહાર છે.જે આહારના સ્‍વરૂપોને આપણે તત્‍વજ્ઞાનની રીતે અલગ અલગ સ્‍વરૂપે જોઈ શકીએ.બાપુએ આપણાં ભોજનમાં અલગ અલગ વ્‍યંજનોને ભજનની સાથે જોડીને ઉદાહરણ સાથે સૌને હાડોહાડ ઉતરી જાય તેવી વાત મુકી હતી.બાપુએ વધુમાં જણાવ્‍યું કે ભજનનું એક સ્‍વરૂપ એ રોટલો છે તેથી અન્ને બ્રહ્મ તી વેદાના એમ કહેવાયું છે.ભજન શુકનન ુંપ્રતીક પણ છે.ભજનિકની જીભે સરસ્‍વતી છે અને જીભ એ અગ્નિનું રુપ છે. ભજન ભ્રમ અને ભય ભાંગે છે અને આપણી ભ્રાંતિમાંથી તે શાંતિ તરફ લઈ જાય છે.ભજન કરતાં કરતાં સૌ સાધુ તરફ પ્રયાણ કરે છે.

     આજના એવોર્ડ સમારોહમાં સર્જક વંદનામા સ્‍વ.શ્રી ઘીરા ભગતને સર્જક એવોર્ડ અર્પણ થયો.તેનાપ્રતિનિધિ ગોઠડા વડોદરાના નારાયણભાઈ રબારીએ તે સ્‍વીકાર્યો હતો. ગાયકી માટે શ્રી રામદાસજી ગોંડલીયાને, તબલા સંગત માટે ભુપત પેન્‍ટરને,વાદ્ય સંગત માટે બેંજો વાદક ચંદુભાઈ ડાભીને અને મંજીરાવાદક તરીકે ગોંસાઈ વિજયકુમારને આ એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવી હતી.જેમા પ્રશસ્‍તિપત્ર, સુત્રમાલા,શાલ,રોકડ રકમ એનાયત થયા.

    ્‌પ્રારભે ,પ્રા (ડો.) દિનુભાઈ ચુડાસમા સંપાદિત પુસ્‍તક પ્રશબ્‍દની નાવ મૌનના ધાટે નું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. સંપાદક  દિનુભાઈ એ પ્રાસંગિક પ્રસ્‍તુતિ કરી હતી.કાર્યક્રમનું સંચાલન શ્રી હરિચંદ્રભાઈ જોષી એ કર્યું હતું. આયોજન વ્‍યવસ્‍થામાં  જયદેવભાઈ માંકડ જોડાયા હતા.સંતવાણીમા અનેક ભજનિકોએ પોતાની વાણી પીરસી હતી.

(10:11 AM IST)