<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

સ્‍વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી આચરણની આદર્શ આચારસંહિતા સમાનઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ

સુરેન્‍દ્રનગર જીલ્લાના કરમડ (રાણપુર)માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળમાં મુખ્‍યમંત્રીના હસ્‍તે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્‍યાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ :.. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે આજે સુરેન્‍દ્રનગર જિલ્લાના કરમડ (રાણપુર) ગામે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો. તેમજ તળતીય સમૂહ લગ્નોત્‍સવમાં ૫૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ નવયુગલોને મુખ્‍યમંત્રીશ્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

શ્રીજી વિદ્યાધામ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ - કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્‍દિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવના બીજા દિવસે ૧૭મી નવેમ્‍બરે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ પછી તેઓ મહોત્‍સવના સભામંડપમાં પધાર્યા હતા.

આ તકે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે મહોત્‍સવમાં સભામાં ઉપસ્‍થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે, કરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કળપાથી તેમજ જોગી સ્‍વામીના દિવ્‍ય આશિષથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળરૂપી ગંગાનું પ્રાગટય થયું છે.

પ્રાચીન ભારતીય સંસ્‍કળતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રીકળષ્‍ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્‍યું હોવાનું ઉલ્લેખ કરતા મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુરુકુળની એ જ પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો - ગુરુકુળ થકી જળવાઈ રહી છે. વડાઙ્ઘધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્‍યવાન બનાવવા સેક્‍ટર સ્‍પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતળત્‍વમાં દેશના યુવાનો માટે સ્‍ટાર્ટઅપ શિક્ષણ સ્‍પોર્ટ્‍સ અને સ્‍કીલના ક્ષેત્રમાં નવા નવા અસરો ખુલ્‍યા છે. યુવાનોના સ્‍કીલ ડેવલપમેન્‍ટ ઉપર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્‍કીલ કેપિટલ બનાવવાની વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની નેમ છે.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે શિક્ષાપત્રીને આચરણની આદર્શ આચારસંહિતા સમાન ગણાવતા જણાવ્‍યું હતું કે, ભગવાન સ્‍વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાનો પથ ચીંધે છે, સાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે. જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્‍વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્‍તુત છે.

 

 

 

 

 

 

આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીએ જણાવ્‍યું હતું કે, બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્‍ક રહી શકે તેવા અદ્યતન નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું સરળ અને પ્રજાવત્‍સલ એવા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું છે. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકાર પ્રજાને કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે હંમેશા કાર્યરત રહે છે. લોક કલ્‍યાણ માટે અનેક મહત્‍વના નિર્ણયો તેમની સરકાર દ્વારા લેવામાં આવ્‍યા છે.

આ મહોત્‍સવના આયોજક  શ્રીજીસ્‍વરૂપ દાસજી સ્‍વામીએ સ્‍વાગત પ્રવચન કરીને સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા. આ સાથે જણાવ્‍યું હતું કે , અમારા આ વિદ્યાધામની સ્‍થાપનામાં સરકારનો ખૂબ સાથ-સહકાર મળ્‍યો છે.

આ પ્રસંગે મહોત્‍સવના અધ્‍યક્ષ  દેવપ્રસાદદાસજી સ્‍વામી,   ભકિતજીવનદાસજી સ્‍વામી,   ક્રિષ્‍ન વલ્લભદાસજી સ્‍વામી, નાયબ મુખ્‍ય દંડક  જગદીશભાઈ મકવાણા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્‍યો  કિરીટભાઈ રાણા અને શ્રી પી.કે. પરમાર, સુરેન્‍દ્રનગર જિલ્લા કલેક્‍ટર શ્રી કેયુર સંપટ, રાજકીય અગ્રણીશ્રી હિતેન્‍દ્રસિંહ ચૌહાણ અને જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો, દાતાશ્રીઓ, મહંતશ્રીઓ, હરિભક્‍તો બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:12 AM IST)