<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ખામટાના ચંદુભાઇ સંચાણીયા પડધરી બાયપાસ નજીક ઢળી પડયા બાદ મોત

રાજકોટથી કામ પતાવી ટુવ્‍હીલર પર ખામટા જતી વખતે બ્રેઇન સ્‍ટ્રોક આવતાં ખાનગીહોસ્‍પિટલમાં ઓપરેશન કરાવ્‍યા બાદ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: પડધરીના ખામટા ગામે રહેતાં ચંદુભાઇ રામજીભાઇ સંચાણીયા (ઉ.વ.૬૦) પડધરી બાયપાસ નજીક બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાં મગજનું ઓપરેશન કરાવાયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અંહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ખામટા રહેતાં ચંદુભાઇ સંચાણીયા ગત તા. ૮ના રોજ રાજકોટ ટુવ્‍હીલર લઇને કામ માટે આવ્‍યા હતાં. પરત ખામટા જઇ રહ્યા હતાં ત્‍યારે પડધરી બાયપાસ ભારત હોટેલ પાસે ચક્કર આવતાં ઉભા રહી ગયા હતાં અને પડી ગયા હતાં. બેભાન હાલતમાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાતાં બ્રેઇન સ્‍ટ્રોક આવ્‍યાનું કહેતાં ઓપરેશન કરાવાયું હતું. બાદમાં તેમની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાતે તેમનું મોત થયું હતું.

ચંદુભાઇ એક બહેનથી મોટા હતાં અને અપરિણીત હતાં. તેઓ કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(10:14 AM IST)