News of Monday, 18th November 2024
ભાયાવદર પોલીસે ઢાંક ગામે જુગાર રમતા પને ઝડપી લીધા

રાજકોટ તા.૧૮: ભાયાવદર પોલીસે ઢાંક ગામે રેઇડ કરી જુગાર રમતા પ શખ્સોને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ ઢાંક ગામે, પાંજરાપોળની બાજુમાં ખુલ્લા પટમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદર પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) મેંણદ ઉર્ફે મંગાભાઇ બગડા ધંધો.મજુરી, (ર) ભરત નાનજીભાઇ બગડા ધંધો.મજુરી, (૩) સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જસુભા વાળા ધંધો.મજુરી, (૪)નરશી બચુભાઇ પરમાર ધંધો.મજુરી તથા (પ) બચુ મંગાભાઇ બગડા ધંધો.મજુરી રે.તમામ ઢાંક ગામને રોકડા રૂા.૫૧૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
