News of Monday, 18th November 2024
રાત્રે અને વહેલી સવારે ઠંડીની અસરમાં વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે શિયાળો જામે તેવા એંધાણ

રાજકોટ તા. ૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે રાત્રીના અને આજે વહેલી સવારના સમયે ઠંડકની અસર શરૂ થતા શિયાળા જેવું વાતાવરણ છવાઇ ગયું હતું અને લોકો ગરમ કપડા પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા.
વહેલી સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા લોકોને ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.
દિવાળી અને તેના પછીના દિવસોમાં શિયાળો જામતો હોય છે પરંતુ આ વખતે દિવાળી બાદ હવે છેક ઠંડીની અસર વર્તાવા લાગી છે.
જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ઠંડીમાં ઘટાડો અનુભવાય છે અને ઉકળાટની અસર અનુભવાય છે.
બપોરના સમયે વધુ તડકો પડતા ઉનાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે.
આવી રીતે એક જ દિવસમાં ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
