<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

જેતપુર નજીક ભાદરના પુલ પાસે વાહન અકસ્‍માતમાં પ્રફુલગીરીનુ મોત

બાઇકપર જેતપુર જતી વખતે બનાવઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૮: જેતપુર નજીક ભાદરના પુલ પાસે વાહન અકસ્‍માતમાં ઘવાયેલા પ્રૌઢનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ જેતપુરના યોગીનગરમાં રહેતા પ્રફુલગીરી જીવણગીરી અપારનાથી (ઉ.વ. પ૪) ગઇકાલે પોતાનું મોટરસાયકલ લઇને જેતપુર આવતા હતા ત્‍યારે ભાદરના પુલ પાસે અકસ્‍માત થતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે જેતપુર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું.

મૃતક પ્રફુલગીરી મજુરીકામ કરતા હતા બનાવની જાણ થતા જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(11:03 AM IST)