News of Monday, 18th November 2024
બ્રહ્માકુમારી શિવાની દીદીનો બુધવારે કેશોદમાં કાર્યક્રમ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૮: કેશોદમાં સૌ પ્રથમ વખત વિશ્વના ખ્યાતનામ બ્રહ્મ ાકુમારી શિવાની દીદીનો કાર્યક્રમ બુધવારે યોજાશે
કેશોદ ના આજ સુધીના ઇતિહાસ માં સૌ પ્રથમવખત આંતરરાષ્ટ્રીય વક્તા બ્ર.કુ. શિવાની દીદીનો કાર્યક્રમ બુધવાર તાઃ ૨૦ ના યોજાનાર છે અને તેમા સમગ્ર ગુજરાતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ હાજરી આપનાર છે કેશોદ માં આ કેન્દ્ર શરૂ થયે ૪૦ વર્ષ જેવો સમય થયો છે પરંતુ રાષ્ટ્રીય લેવલ ના આવા વક્તા નો અને એ પણ વિનામૂલ્યે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે
આ સાથોસાથ દેશના ખ્યાતનામ સિંગર ડોક્ટર દામિની બહેન તેમજ સતત ચાર દિવસ સુધી અમદાવાદ થી બ્રહ્માકુમારી ઈશિતા બહેન રાજયોગ શિબિર કરાવશે.
આ ઉપરાંત દેશના ખ્યાતનામ સિંગર ડોક્ટર દામીની બહેન પોતાના ગીતો રજૂ કરી શ્રોતાઓને જકડી રાખશે. ડોક્ટર દામિની બહેન દેશના વિવિધ ભાગોમાં આવા કાર્યક્રમો આપવા જાય છે અને તેમની તારીખ મેળવવા પણ ઓછામાં ઓછી એક વર્ષ રાહ જોવી પડે છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદ, રાજકોટ, કચ્છ, જુનાગઢ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરો માંથી ખ્યાતનામ હસ્તીઓ હાજરી આપનાર છે આવો કાર્યક્રમ કેશોદમાં સવપ્રથમ વખત યોજાઈ રહ્યો છે.
આ અંગે માહિતી આપતા સ્થાનિક કેન્દ્રના સંચાલિકા બ્રહ્મ ાકુમારી રૂપાબેને જણાવેલું કે કેશોદ બ્રહ્મ ાકુમારી વિશ્વવિદ્યાલ‘‘દિવ્ય પ્રાપ્તિ''ભવન એ સામાજિક, સાંસ્કળતિક તેમજ સેવાકીય પ્રવળત્તિથી ધમધમતું રહે છે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે ૨૦૦ જેટલી બહેનોનો કે જેઓ કોઈ ને કોઈ ક્ષેત્રમાં એક્ષપર્ટ છે તેમનો સવાર થી સાંજ સુધીનો કાર્યક્રમ આબુથી ખાસ આવેલા સુનીતા દીદી એ ચલાવ્યો હતો અને તેમાં બહેનોએ ભારે રસ પૂર્વક ભાગ લીધો હતો.
હવે તારીખ ૨૦ ને બુધવારના રોજ સાંજના ૫ થી ૭ વિશ્વ વિખ્યાત વક્તા બ્રહમા ાકુમારી શિવાની દીદી નો વ્યક્તવ્ય જીવનમાં ખુશ ખુશાલ કેવી રીતે રહેવું યોજાનાર છે તેમની પ્રભાવશાલી વાણી અને અદભુત વિચારો જે સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા છે. ઘર આંગણે આવા વક્તાને સાંભળવા એ પણ જીવનનો એક લાવો છે.
અંતમાં બીકે રૂપા બહેને એમ પણ જણાવેલું કે આ કાર્યક્રમમાં ખાસ મહેમાન શિવાની બહેનનો આવો કાર્યક્રમ યોજવા માટે ત્રણ ત્રણ વર્ષ અને ઈશિતા બેન નો કાર્યક્રમ યોજવા માટેની તારીખ લેવા એક એક વર્ષ સુધી રાહ જોવી પડે છે
તેના બદલે કેશોદ સેન્ટરની કામગીરીના કારણે આ ચાન્સ આપણને વધુ ઝડપથી મળ્યો છે અને કેશોદની જનતા ઘર આંગણે વિનામૂલ્યે લાભ લઈ શકશે
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
