<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ધ્રોલના જાયવા પાસે બોલેરો, હડફેટે ભેંસદડના દંપતિ અને પુત્રીના મોતથી અરેરાટી

રાજકોટથી ધ્રોલ તરફ સ્‍કુટરમાં આવતા હતા ત્‍યારે દુર્ઘટના સર્જાઇ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૯ : ધ્રોલ જામનગર રાજકોટ હાઇવે પર જાયવા નજીક આશાપુરા હોટલ પાસે એકટીવા ને પાછળ થી બોલેરાએ હડફેટ લેતા ભયંકર અકસ્‍માત એક જ પરીવારના ત્રણ મોતથી હાહાકાર મચી ગયો છે.

પતી પત્‍ની નુ ધટના સ્‍થળેજ કરુણ મોત પુત્રી ગંભીર ઈજાઓ પહોંચતા તાત્‍કાલીક ધ્રોલ સરકારી હોસ્‍પિટલ સારવાર ખસેડાઈ ત્‍યા મોત થયુ હતુ.ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા જાયવા લૈયારા વચ્‍ચૈ આવેલ આશાપુરા હોટલ પાસે એકટીવા નં g.j. 3 fj - 3413 નંબર ને બોલેરો g.j.03 bw- 2320 નંબર ના ચાલકે હડફેટ લેતા ભયંકર અકસ્‍માત સર્જાયો હતો  (૧) સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા ઉ.મ. ૩૭ અને તેમના ધર્મ પત્‍ની (૨) ઈનાબેન સંજયભાઈ ચોટલીયા ઉ.મ. ૩૬ અને તેમની પુત્રી (૩) નિષ્ઠાબેન સંજયભાઈ ચોટલીયા ઉ.મ.૭ રે. ચણોદ વાપી મુળ ધ્રોલ તાલુકા ના ભેંસદડ ગામના રહેવાસી છે તેઓ રાજકોટ થી ધ્રોલ તરફ આવતા હતા દરમિયાન ગોઝારો અકસ્‍માત સર્જાયો જેને પડધરી ૧૦૮ તાત્‍કાલીક પહોચી હતી એક બાળકીને ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવી હતી તેઓ નુ મોત થતા કુલ ત્રણ મોત ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી ધ્રોલ પોલીસ દ્રારા ત્રણ મળતક પરીવાર ને જાણ કરી અને ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે પી.એમ. કરી આગળ ની તપાસ ધ્રોલ પી.આઇ. રાઠોડે હાથ ધરી છે.

(11:12 AM IST)