<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

રાજકોટ જેલ અધિક્ષક રાઘવ જૈન જૂનાગઢ જિલ્લા જેલની મુલાકાતે

જેલનો સલામતી, મહિલા વિભાગ, ગૌશાળાની વિઝીટ કરી સુવિધાનું નિરીક્ષણ કર્યુ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૮રાજકોટ મધ્‍યસ્‍થ જેલના અધિક્ષક રાઘવ જૈનએ જૂનાગઢ ઓપન જેલ તેમજ જૂનાગઢ જિલ્લા જેલની મુલાકાતે આવ્‍યા હતા. આ મુલાકાત દરમિયાન રાઘવ જૈનએ જૂનાગઢ જિલ્લા જેલના અધિક્ષક એચ. ઓ. વાળાને સાથે રાખી જેલમાં સર્કલ ૧, ૨, ૩ તેમજ સલામતી વિભાગ, મહિલા વિભાગની મુલાકાત લીધી હતી તેમજ ઓપન જેલ ખાતેની ગૌશાળા સહિતની વિઝીટ કરી હતી. સાથે સાથે રાજકોટ મધ્‍યસ્‍થ જેલ અધિકક્ષકએ જેલમાં કેદીઓ માટેની સુવિધાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન પણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન રાઘવ જૈનએ જેલનાં કેદીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ ઓપન, જિલ્લા જેલમાં બંદીજનો માટેની સુવિધા અંગે એકંદરે સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.

(11:48 AM IST)