તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
પોરબંદર ધી અંજુમને ઇસ્લામની ચૂંટણી માટે અધિકારીઓની નિમણૂંકો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૮ : રાજય વકફબોર્ડ દ્રારા પોરબંદર ઘી.અંજુમને ઇસ્લામ (રજી.નં -૧૬૯-જુનાગઢ) સંસ્થા ની ચુંટણી માટે ચુંટણી અઘીકારીઓ ની નિમણુંક કરવામા આવી છે.આ ચુંટણી કામગીરી માટે નિયુકત કરેલ ગુજરાત રાજય વકફબોર્ડના અઘીકારીશ્રીઓ ૧) જીશાનભાઇ નકવી ૨) આસીફભાઇ કાદરભાઇ સલોત તેમ તેમના મદદનીશ અઘીકારી તરીકે પોરબંદર ના સ્થાનિક સામાજીક કાર્યકર ૩) શેરવાની ઇસ્માઇલખાન લિયાકતઅલીખાન ૪) ફારૂકભાઈ નુરમહમદભાઇ બઘાડ ની નિમણુંક કરવામા આવેલ છે.
પોરબંદર ઘી અંજુમને ઇસ્લામ સંસ્થામા વર્ષ ૨૦૧૩ ની સાલમા ચુંટણી થઈ હતી ત્યાર બાદ ચુંટણી થઇ નથી ઙ્કમુખ મેનેજીંગ કમીટી ની મુદત પુણ થયા બાદ ચુંટણી યોજાવવાની જગ્યા એ અંજુમને ઇસ્લામ સંસ્થાનુ નામ વટાવી અને સમાજ ને વિસ્વાસમા લિઘા વગર ઉપપ્રમુખ જેવા હોદાઓનુ પદ લઈ ને મેમણ જમાતના પ્રમુખ યુસુફભાઇ મહમદભાઇ પુંજાણી અને ઇબ્રાહીમભાઇ ઉમરભાઇ સંઘાર સહીત અન્ય લોકો દ્રારા બીનઅઘીકારીક રીતે સંસ્થાનુ બનાવટી હોદા લઈ ને વહીવટ ચલાવતા હોવાના લિઘે પોરબંદર ની સમસ્ત જમાતો દ્રારા આ બાબતને લઈ ને ગુજરાત રાજ્ય વકફબોર્ડ મા ફરિયાદ નોંઘાવી હતી ત્યાર બાદ વકફબોર્ડ દ્રારા ૦૧/૦૨/૨૦૧૯ ના રોજ ગુજરાત રાજય વકફબોર્ડ પુર્વ સભયશ્રી શીરાજભાઇ માંડકીયા તપાસ માટે મોકલાવેલા હોવાથી પોરબંદર ખાતે આવેલ હતા
પોરબંદર અલગ-અલગ જમાત ના પ્રમુખ આગેવાનો દ્રારા વકફબોર્ડ ના સભ્ય ને જણાવેલ કે રાસંસ્થા નુ સંપુર્ણ વહીવટ વહીવટદાર ને સોપવામા આવે તેવી રજુઆત કરવામા આવી હતી તે રજુઆત ને દયાનમા લેતા ગુજરાત રાજ્ય વકફબોર્ડ દ્રારા તારીખ ૨૯-૦૮-૨૦૧૯ ના રોજ સંસ્થા નુ સંપુર્ણ વહીવટ સોપવા માટે ૧) પોરબંદર આર.ટી.જી કોલેજના પ્રિનસીપાલ અલ્તાફખાન રાઠોડની નિમણૂંક કરવામા આવી હતી પરંતુ તેઓશ્રી પોરબંદર ના સ્થાનિક ના હોવાના કારણોસર ટ્રસ્ટનો વહિવટ કરવામા અગવડતા પડે તેમ હોઇ આ સંજોગો મા ૨) શ્રી શબ્બીરભાઇ અ.સતારભાઇ હામદાણી સહીતને સદર ટ્રસ્ટ ના અઘીકારી તરીકે નિયુકત કરવામા આવેલ હતા બન્ને અઘીકારી શ્રીઓ દ્રારા ૫ વર્ષ મા ચુંટણી યોજવા નિષ્ક્રિય અને નિષ્ફળ રહેતા ગુજરાત રાજ્ય વકફબોર્ડ ખાતે પોરબંદર મુસ્લિમ સમાજ ની જમાતો અને આગેવાનો દ્રારા વિરોઘ નોઘવામા આવેલ હતુ ે વહેલી તકે ચુંટણી યોજવા જણાવેલ હતુ.તેવી યાદી પોરબંદર સમસ્ત સિપાઈ જમાત ના પ્રમુખ ફેઝલખાન હાજી બશીરખાન પઠાણ અજીમબાપુ યુનુસબાપુ કાદરી એ જણાવ્યુ છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
