News of Monday, 18th November 2024
દ્વારકા-સોમનાથ હાઇ-વે ઉપર ર નવા ટોલનાકા શરૂ થતા વાહનચાલકોમાં રોષ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૮: રાજય સરકાર દ્વારા શરૂ કરતા રોડમાં ટોલનાકા બંને છે. પણ તેમાં હળવા વાહનો કારને માફી છે ત્યારે નેશનલ હાઇવે પર લોકોને ફરજિયાત ટોલટેકસ ચુકવવો પડે છે તે પણ હવે ૧૦૦-૧૨૦-૧૪૦ જેટલો લેવામાં આવતા વાહનચાલકોમાં રોષ ફેલાયો છે તો સાથોસાથ રોડ બન્યા વગર જ ટોલ લેવામાં આવે છે તે પણ નવાઇની સાથે આશ્ચર્યની બાબત થઇ છે. તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ૬૦ કિ.મી.માં એકજ ટોલની જાહેરાતનો પણ અમલ થતો નથી તેવું જોવા મળે છે.
દ્વારકાથી સોમનાથ રોડ કે જેનું કામ છેક ૨૦૧૭માં શરૂ થયેલું તે રોડ પર દ્વારકાથી સોમનાથ સુધી ત્રણ ટોલનાકા નકકી થયેલા. ઓખામઢી વનાણા તથા ગડુથી સોમનાથ જતા ડારી ટોલનાકુ, આરી પાસે. નવાઇની વાત છે કે આ ફોરલાઇન રોડ ચોરવાડ, માંગરોડ, ફુકસવાડી, માધુપુર સહિતના અનેક વિસ્તારોમાં હતું. ફોર ટ્રેક થયો નથી કયાંક તો રોડ અને પુલ પણ બન્યા નથી પરંતુ જે ત્રણ ટોલનાકા નકકી થયેલા તે ચાલુ જ થઇ ગયા છે.
તો અધુરામાં પુરૂ સોમનાથથી ઉના જતો રસ્તો પણ આઠ વર્ષથી બને છે તેમાં પણ હમણા વેળવાડોવાયા તથા સુંળપુર એમ બે ટોલનાકા ચાલુ કરી દેવાયા છે. સોમનાથ જિલ્લામાં ૬૫ કિ.મી.માં ત્રણ ટોલનાકા છે. કેન્દ્રીય મંત્રી ૬૨૦ કિ.મી.માં એક જ ટોલનાકુ કહે છે!!
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
