તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
સુત્રાપાડામાં મોરી પરિવાર દ્વારા પરંપરાગત રીતે તુલસી વિવાહ : વાજતે-ગાજતે ફુલેકુ : લગ્ન ગીત સાથે રાસની રમઝટ

સુત્રાપાડાઃ શહેરમાં તુલસી વિવાહ નિમિતે ઠાકોરજીનું ફુલેકુ (વરઘોડો) સુત્રાપાડા મુકામે કારડીયા રાજપુત સમાજની વાડીથી બપોરના સમયે વાજતે ગાજતે ઢોલ શરણાઇના સુરે દાંડીયા રાસની રમઝટ સાથે કીર્તન મંડળી સાથે બહેનોના લગ્ન ગીતની રમઝટ સાથે નીકળ્યું હતુ. શ્રી સુખનાથ મહાદેવ મંદિરથી હનુમાન દાદાના મંદિરે - ત્યારબાદ ઠાકોરજીની જાન સુત્રાપાડા સ્થિત કાછેલા પરિવારના ઘરેથી અસંખ્ય જાનૈયાઓ સાથે બળદગાડાઓમાં વાજતે ગાજતે નીકળી રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતાના માવતર સ્વરૂપે મૌરી પરિવારના ઘરે પહોંચી હતી. અને ત્યાં ઠાકોરજીના લગ્ન રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતા સાથે કરવામાં આવ્યા હતા. મંડપ મધ્યે રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતાને ચૂંદડી ઓઢાડવાની રસમ કર્યા બાદ મંડપ મધ્યે ઠાકોરજી અને રૂક્ષ્મણીજી તુલસી માતાના હસ્તમેળાપ કરવામાં આવ્યો હતો. જેમના કન્યાદાન મોરી જગદીશભાઈ વીરાભાઈ, મોરી વિપુલભાઈ વાલાભાઈ અને મોરી તેજસભાઈ રામભાઈ દ્વારા કરેલ અને ત્યારબાદ લગ્ન પૂર્ણ થયાં બાદ કંસાર ઠાકરજી અને રૂકમણી સ્વરૂપે તુલસી માતાને જમાડવામાં આવ્યો હતો. પરણી ચુકેલા તુલસી કળષ્ણને હાથ ધરણું કરવાનો લાભ સર્વેને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગ ખુબજ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. તુલસી વિવાહના અંતે સમગ્ર સુત્રાપાડા શહેરના લોકોએ સાથે પ્રસાદીરૂપે સમૂહ ભોજન લીધું હતું. કાછેલા અજીતભાઈ રામાભાઈ તથા રૂકમણીજી (તુલજી માતા) સ્વ. વીરાભાઈ ગોવિંદભાઈ મોરી, સ્વ.વાલાભાઈ ગોવિંદભાઈ મોરી તથા રામભાઈ ગોવિંદભાઈ મોરી ના પરિવાર દ્વારા લગ્નોત્સવ હતો.(તસ્વીર-અહેવાલ : રામસિંહ મોરી - સુત્રાપાડા)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
