તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
મહુવાના યુવકને લાલચ આપીને સાવરકુંડલાના ચિંતન રાવળે રર.૯૦ લાખની છેતરપીંડી કરી
૩ શખ્સોની સંડોવણી ખુલતા પોલીસ તપાસનો ધમધમાટ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮: મહુવામાં રહેતા એક યુવકને ક્રિપ્ટોકરન્સીમાં સારૂ વળતર મળેછે તેમ કહી લાલચ બતાવી હતી જે બાદ મહુવાના યુવકે પોતાની બહેનના ગુગલ પે તેમજ મહુવા તેમજ ભાવનગરના જુદા જુદા આંગડિયામાંથી ૪૫ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કર્યા હતા જે બાદ સાવરકુંડલા અને મહુવા ના ચાર શખ્સો પૈકી આસીફ નામના શખ્સે પોતાના મોબાઇલનો કયુઆર કોડનો ઉપયોગ કરી બાકી નિકળતી ૨૨.૯૦ લાખથી વધુની રકમ પરત ન કરી યુવક સાથે છેતરપિંડી આચરતા યુવકે મહુવા પોલીસમાં મહુવા અને સાવરકુંડલાના બે બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી દેવાંગભાઈ ગિરીશભાઇ સાંગાણીએ ફરિયાદમાં જણાવ્યું હતુંકે તેમનો મિત્ર આસિફ કાદરી રહે. મહુવા મળેલ અને આ આસિફે આરીફ સાથે દેવાંગભાઇને મેળવી આપેલ હતો ત્યાર બાદ આ બંન્ને શખ્સોએ ક્રિપ્ટોકરન્સીમાં સારૂ મળતું હોવાની લાલચ હતી અને આ બંન્ને શખ્સે સાવરકુંડલાના મહુવા રોડ મુક્તેશ્વર મહાદેવ મંદિર સામે રહેતો ચિંતન મહેશ રાવળ ઉર્ફે દેવાંગ સાથે દેવાંગભાઈને મેળવી ક્રિપ્ટકરન્સી વિશે ઊંડાણમાં સમજાવી રોકાણ કરવાનું જે બાદ ફરિયાદી દેવાંગભાઈએ તેમની બહેન અને મહુવા અને ભાવનગરના આંગડિયા મારફત કુલ રૂપિયા ૪૫,૪૩,૫૨૫ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ દેવાંગભાઈના જમા નિકળતા રૂા.૨,૪૦,૨૨૫ જેટલી રકમ આરોપી આસીફે પોતાના મોબાઇલમાં રહેલ બીનાન્સ વોલેટમાં જમા કરાવી દેવાંગભાઇને પરત કર્યા ન હતા અને છેલ્લે દેવાંગભાઈને વધુ ૨૦,૫૦,૦૦૦નું રોકાણ કરાવી કુલ રૂા. ૨૨.૯૦,૨૨૫ રૂપિયાની છેતરપિંડી આચરતા દેવાંગભાઇએ ચિંતન મહેશ રાવળ ઉર્ફે દેવાંગ, આરીફ ઉર્ફે અબ્બા બાગોત, આસીફ અનવરમીયા કાદરી તેમજ અન્ય એક શખ્સ વિરૂદ્ધ મહુવા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી સાવરકુંડલા નો હસ્ટ્રીચીટર અને લેભાગું ચિંતન મહેશ રાવળ ઉર્ફે દેવાંગ અને અન્ય ત્રણ ઇસમ સામે મહુવા પોલીસે મુજબ ફરિયાદ દાખલ કરી પોલીસ ઈન્સપેકટર એચ.જી.ભરવાડ તપાસ ચલાવી રહ્યા છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
