<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ગોંડલના ભોજપરા પાસે ગોડાઉનમાં ૧પ.૮૦ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે બે પકડાયા

ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્‍થો છુપાવ્‍યો'તોઃ રૂરલ એલસીબીએ ર૦.૯૦ લાખનો મુદામાલ કબજે કર્યોફ ૩ શખ્‍સોની શોધખોળ તસ્‍વીરમાં પકડાયેલ બંન્‍ને શખ્‍સો અને દારૂનો જથ્‍થો નજરે પડે છે.

રાજકોટ તા.૧ર : ગોંડલના ભોજપરા ગામની સીમમાં રૂરલ એલસીબી દરોડો પાડી ગોડાઉનમાંથી ૧પ.૮૦ લાખના  દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સોને ઝડપી લીધા હતા. જયારે અન્‍ય ત્રણ શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે. ગોડાઉનો ભાડે આપ્‍યા બાદ પોલીસને જાણ કરવાનુ઼ ફરજીયાત હોવા છતાં અમલવારી ન થતાં બુટલેગરો દારૂનો જથ્‍થો છુપાવવામાં ફાવી જાય છે.

જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા દારૂ  જુગારની પ્રવૃતિ નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હે.ઠળ એલસીબીના શાખાના સ્‍ટાફના માણસો નાઇટ રાઉન્‍ડ પેટ્રોીંગમાં હતા. તે દરમિયાન એલસીબી શાખાના પો. હેડ કોન્‍સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાધાભાઇ આલ તથા પો.કોન્‍સ. મહિપાલસિંહ ચુડાસમાનાઓને મળેલ સંયુકત હકિકત આધારે ગોંડલ તાલુકાના  ભોજપરા ગામની સીમમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન વિસ્‍તારમાં શ્રી જોગમાયા ગોડાઉન નં.૩માં રેઇડ કરી છે.

વિદેશી દારૂની બોટલ નંગ ર૭૭ર કિ.૧પ.૮૦ લાખના (૧) કૈલાશ બાબુલાલ જગમાલ રામ ખીચડી (ર) જલારામ ભીખારામ ઉદારામ રે. બંન્‍ને મુળ રાજસ્‍થાન હાલ રહે. ગોંડલ ગુંદાળા રોડ, એસ્‍ટ્રોન સીનેમા પાસે, પટેલનગર ભાડાના મકાનને ઝડપી લીધા હતા.

જયારે પ્રકાશ ઉર્ફે સત્‍યા બીશ્નોઇ રહે. સાંચોર રાજય, રાજસ્‍થાન, નારાયણસિંહ પદમસિંહ રહે. દાતીવાસ તા. ભીનમાલ જી. જાલોર રાજસ્‍થાન તથા મહિન્‍દ્રા બોલેરો પીકઅપ રજી. નંબર જીજે ૩૩ ટી ૩૩૪૬નો માલીકનું નામ ખુલતા તેની શોધખોળહ ાથ ધરાઇ છે.વિદેશી દારૂની બોટલ નંગ-ર૭૭ર કિ. રૂા.૧પ,૮૦,૮પ૬ વાહન નંગ-૧, કિ.રૂા.પ,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-ર, કિ. રૂા.૧૦,૦૦૦ મળી કુલ રૂા.ર૦,૯૦,૮પ૬નો મુદામાલ કબજે કરેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના  એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા, પો. હેઙ કોન્‍સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા,  વાધાભાઇ આલ, રસીકભાઇ જમોડ તથા પો. કોન્‍સ. મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા વિગેરેનાઓ જોડાયેલ હતા.

(1:51 PM IST)