News of Tuesday, 19th November 2024
ગોંડલ પાલિકામાં વિવિધ કમિટીઓની નિયુકિતઃ બાંધકામ વિભાગ જગદીશ રામાણીને

ગોંડલ તા. ૧૯ :.. ગોંડલ નગર પાલિકામાં છેલ્લી બે ટર્મથી ભાજપના બેનર હેઠળ વોર્ડ નંબર ૧૧ માં ચૂંટણી લડી વિજેતા થતા પાલીકામા મહત્વનું ખાતું ગણાતું બાંધકામ સમિતિનાં ચેરમેન તરીકે નિયુક્તિ થતા રામાણીના સમર્થકો દ્રારા ઢોલ નગારા ફટાકડા ફોડી હારતોરા કરી નિયુક્તિને આવકારી હતી.
શહેરમાં યુવા ભાજપ ઉપ પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી સારી કામગીરીની મોવડી મંડળ એ નોંધ લઈ વોર્ડ નંબર ૧૧ માં ગોંડલ નગર પાલિકાની ટિકિટ આપી ચૂંટણી લડાવિ હતી જેમાં વિજેતા થતા પ્રથમ આઈ ટી આઈ ચેરમેન તરીકે નિયુક્તિ બાદમાં લો કોલેજ કમિટી ચેરમેન ત્યારબાદ ર વાર ભૂગર્ભ ગટર બાદ આવાસ યોજના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ હતી છેલ્લી બે ટર્મથી ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડી વિજેતા થતા અને સતત લોકોના સંપર્ક રહી સારી કામગીરી કરતા જગદીશ રામાણીને પાલિકા માં મહત્વ નું ખાતું ગણાતું બાંધકામ કમિટીના ચેરમેન તરીકે ની જવાબદારી સોંપતા ધારાસભ્ય ગીતાબા જયરાજસિહ જાડેજા શહેરભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા નાગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પિપળિયા બજાર સમિટિ ડિરેકટર બાવભાઈ ટોળિયા સહિતના અગ્રણિઓએ શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે રામાણીએ શહેરમાં બાકી રહેતાં કામો ઝડપિ પુરા કરવા કોલ આપ્યો હતો આ સાથે લોકોને જાગળત નાગરિક તરીકે જવાબદારી નિભાવી આપના વોર્ડના બાકી રહેતાં કામો અંગે સંપર્ક કરવા જણાવ્યુ હતું.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
