<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

જૂનાગઢની વિનય ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્‍પ યોજાયો

કર્મચારીઓનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવું અમારી પ્રાથમિકતા - વિજય દોમડિયા : ૧૦૦થી વધુ કર્મચારીઓ તથા કામદારોના આરોગ્‍યની તપાસ કરીને જરૂરી તબીબી માર્ગદર્શન અપાયું: ડો. પ્રતિક્ષા મેડમ અને તેમની ટીમે કામદારોના આરોગ્‍યની તપાસ કરી

 

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૧૯:   વિનય ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ. દ્વારા તાજેતરમાં કામદારોના આરોગ્‍યની તપાસ માટે મેડિકલ કેમ્‍પ યોજાયો હતો. વિનય ઈન્‍ડસ્‍ટ્રીઝના એમડી અને જૂનાગઢ ચેમ્‍બર ઓફ કોમર્સના ્‌પ્રમુખ વિજયભાઈ દોમડિયાએ જણાવ્‍યું કે, ફેક્‍ટરીમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારો અમારા હાથ-પગ છે. કંપનીની કામગીરી કર્મચારીઓ અને કામદારો થકી જ ઉજળી છે. ત્‍યારે અહીં કામ કરતા તમામનું સારૂ આરોગ્‍ય જળવાઈ રહે તે અમારી પ્રાથમિકતા છે. કેમ્‍પમાં એમડી ડોક્‍ટર પ્રતિક્ષા મેડમ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. જ્‍યારે મેનેજમેન્‍ટ નિરવ માથુકિયા, ઘનશ્‍યામ ચુડાસમા, ઉર્વિશા લીલા, આંચી મકવાણા, મોહિત મહિડા વગેરે દ્વારા કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પમાં વિનય ઈન્‍ડસ્‍ટ્રીઝના એમડી વિજયભાઈ દોમડિયા, સમુહલગ્ન ણેતા હરસુખભાઈ વઘાસિયા, વિનુભાઈ ભુવા, અશ્વિનભાઈ ભુવા, બટુકભાઈ માથુકિયા, અશોકભાઈ માથુકિયા, જય માથુકિયા વગેરે આગેવાનોએ હાજર રહીને કર્મચારીઓને આરોગ્‍યની તપાસ માટે ઙ્કોત્‍સાહિત કર્યા હતા.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(10:28 AM IST)