News of Tuesday, 19th November 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધીઃ ૧ર શહેરોમાં પારો ર૦ ડીગ્રીથી નીચે
ગાંધીનગર ૧પ, નલીયા ૧પ.પ, અમરેલી-વડોદરા ૧૭, રાજકોટ ૧૭.ર, જામનગર ૧૭.પ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારો યથાવત છે. આજે ૧ર શહેરોમાં લઘુતમ તાપમાન ર૦ ડીગ્રીથી નીચે રહ્યો છે.
ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે Gujarat Winter : ગુજરાતમાં શિયાળા (Gujarat Winter)ની શરુઆત થઇ ચુકી છે. મોટાભાગના વિસ્તારોમાં સવારે...
ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ ચુકી છે. મોટાભાગના વિસ્તારોમાં સવારે અને સાંજ પછી વાતાવરણ ઠંડુ થઇ જાય છે. સવાર-સાંજ લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તે જ સમયે, કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ છે. ગઈકાલે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રીથી ૨૫.૪ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
ગાંધીનગર સૌથી
ઠંડું શહેર બન્યું
જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રીથી ૨૫.૪ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે.
ગુજરાતમાં કડકડતી
ઠંડી શરૂ થશે
એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭.પ, મહત્તમ તાપમાન ૩ર.૧, ભેજનું પ્રમાણ પ૬ ટકા, પવનની ગતિ ૩.૪ કિ. મી. રહી હતી. (પ-૧૬)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૯.૭ ડીગ્રી
અમરેલી ૧૭.૦ ડીગ્રી
બરોડા ૧૭.૦ ડીગ્રી
ભાવનગર ૧૯.ર ડીગ્રી
ભુજ ૧૮.૬ ડીગ્રી
દમણ ૧૯.૦ ડીગ્રી
ડીસા ૧૬.૪ ડીગ્રી
દીવ ર૦.૪ ડીગ્રી
દ્વારકા રર.૦ ડીગ્રી
ગાંધીનગર ૧પ.૦ ડીગ્રી
કંડલા ર૦.પ ડીગ્રી
નલિયા ૧પ.પ ડીગ્રી
ઓખા રપ.૦ ડીગ્રી
પોરબંદર ૧૯.૦ ડીગ્રી
રાજકોટ ૧૭.ર ડીગ્રી
સુરત ર૦.૧ ડીગ્રી
વેરાવળ રર.પ ડીગ્રી
જામનગર ૧૭.પ ડીગ્રી
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
