News of Tuesday, 19th November 2024
નવ વર્ષની બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવી
ભાવનગરમાં સાવકી માતાએ ક્રૂરતાની હદ વટાવી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯ : ઘોઘા રોડ ગાયત્રી નગર વિસ્તારમાં શ્રી રામ સોસાયટીમાં એક સાવકી માતાએ દીકરી પર અત્યાચાર કરતી. ૯ વર્ષની માસૂમ દીકરી પાસે તે ઘરનું બધું જ કામ કરાવતી હતી. ઘરના વાસણ-કપડાં ધોવાથી માંડી કચરા-પોતું કરાવવાનું પણ કામ કરાવતી હતી. તેમ છતાં બાળકીને જમવાનું ન આપતી, તેમજ તેને ઢોર માર મારતી હતી. આ સાથે જ તેણે બાળકીના માથાના અને નેણના વાળ પણ કાપી નાંખ્યા હતાં. આ ક્રૂર માતા આટલેથી ન અટકી અને માનવતાને શર્મસાર કરી દીકરીને પંખે પણ લટકાવી દીધી હતી.
આ અંગે પાડોશીએ જણાવ્યું કે, ‘હું દરરોજ જ્યારે ચાલવા નીકળું ત્યારે આ છોકરી વાસણ ઘસતી જોવા મળતી હતી અને એઠા વાસણમાંથી ખાવાનું ભેગું કરી પોતાનું પેટ ભરવા મજબૂર જોવા મળતી. આ દ્રશ્ય જોતા જ મારી આંખમાંથી આંસુ આવી ગયાં. આ સિવાય એઠામાંથી ખાતી હોય ત્યારે પણ તેની સાવકી મા બોલાવે તો તે મોઢામાંથી ખોરાક ફેંકી દઈને ડરના મારે તરત ઘરની અંદર જતી રહેતી. કચરા-પોતુથી લઈને ઘરના બધાં જ કામ કરાવતી હતી. બાળકી ઉપરના અત્યાચારને લઈ આડોશી પાડોશીઓએ એકઠા થઈ બાળ કલ્યાણ વિભાગને જાણ કરી હતી.
હાલ બાળ કલ્યાણ વિભાગ દ્વારા બાળકીનું રેસ્કયુ કરીને તેને સાવકી માતાથી છોડાવવામાં આવી છે. આ ક્રૂર માતા બંને દીકરીઓ સાથે આવું વર્તન કરતી હતી. બાળ કલ્યાણ વિભાગ તપાસ કરી રહી છે કે, કેટલા સમયથી આ માતા આ પ્રકારનો ત્રાસ આપતી હતી? આ સિવાય સાવકી માતાની ક્રૂરતા સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને બાળકીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ બાળકીને તાપીબાઈ ગળહમાં તેની સાંભળ માટે સોંપવામાં આવી છે. બાળકીએ પૂછપરછમાં જણાવ્યું કે, ‘માત્ર મારી સાથે જ નહીં, પરંતુ મારી બેન સાથે પણ આવું ક્રૂરતાભર્યું વર્તન કરાતું હતું. અમે બંને બહેનો માતાની ક્રૂરતાથી ચીસો ન પાડીએ તે માટે અમારા મોઢા પર સેલોટેપ મારી દેવામાં આવતી હતી
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
