<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

શાળાઓ ખુલીઃ મોરબી જિલ્લાની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૯ :  દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ  મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુકયો છે. મોરબી જિલ્લાની તમામ શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લામાં આવેલી ૭૦૦ જેટલી પ્રાથમિક શાળામાં ૬૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. જ્‍યારે જિલ્લામાં ૨૪૦ જેટલી માધ્‍યમિક શાળાઓ આવેલી છે. આમ કૂલ ૯૪૦ જેટલી શાળાઓમાં ૧.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે.તમામ શાળાઓમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પરિવાર સાથે વેકેશન સહિતની પ્રવળત્તિઓની મજા માણી હતી. ૨૧ દિવસનું વેકેશન પૂર્ણ થતાં જ તમામ શાળાઓ ખુલી ગઈ છે. આ તમામ શાળાઓમાં  નવા સત્રનો પ્રારંભ થતાં શાળાઓ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠી હતી.

(11:10 AM IST)