હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th November 2024
ગૂજરાત રાજ્ય સહકારી સંઘ અહમદાબાદનાં ડિરેક્ટર તરીકે સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાની બિન હરીફ નિમણૂક

જુનાગઢ : જૂનાગઢ શહેર માં આવેલ સહકારી ભવન ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ઓફીસ ખાતે એક બેઠક યોજવામાં આવેલ બેઠક માં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનાં માર્ગદર્શન થી જેઠાભાઈ પનેરા દ્રારા વ્હિપ રજૂ કરતા ગૂજરાત રાજ્ય સહકારી સંઘ અહમદાબાદ નાં ડિરેક્ટર તરીકે સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાની બિન હરીફ નિમણૂક કરવામાં આવી હતી નિમણૂક ની જાહેરાત થતાં શ્રી કોટેચા એ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા કિરીટભાઈ પટેલ નો આભાર વ્યક્ત કરેલ હતો.(અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
