<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

લજાઇમાં માનવ મંદિરની મુલાકાત લેતા પાટીદાર અગ્રણીઓ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૯:મોરબીના ઉમિયા માનવસેવા ટ્રસ્‍ટ દ્વારા લજાઈમાં સંચાલિત માનવ મંદિરની ખોડલધામ કાગવડના પ્રવક્‍તા જયેશભાઈ દુધાત્રા તેમજ ટ્રસ્‍ટીઓ, ચેતનભાઇ આસોદરીયા -એડવોકેટ, જયસુખભાઈ ડોબરીયા સહિતનાએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. ટ્રસ્‍ટના પ્રમુખ પોપટભાઈ કગથરા તેમજ કેમ્‍પસ ડાયરેક્‍ટર ઠાકરશીભાઈ કલોલા તથા નરેન્‍દ્રભાઈ સંગાથ આ વેળાએ ઉપસ્‍થિત રહ્યા હતા. અહીં આવનાર મહેમાનોનું ખેસ પહેરાવી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(11:15 AM IST)