<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

કોટડાસાંગાણી પંથકની સગીરા ઉપર વારંવાર દુષ્‍કૃત્‍ય આચરી ગર્ભવતિ બનાવનાર આરોપીને ગોંડલ કોર્ટ દ્વારા ર૦ વર્ષની સજા

ગોંડલ તા. ૧૯ :.. અત્રે ૧૬ વર્ષની સગીરા ઉપર દુષ્‍કર્મ કરી ગર્ભવતી કરનાર આરોપી મોહન કાબાભાઇ ચાવડીયાને ર૦ વર્ષ કેદની સજા ગોંડલની સેશન્‍સ અદાલતે ફટકારી હતી.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે, કોટડાસાંગાણી ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતી ભોગબનનાર ઢોર ચરાવવા જતી ત્‍યારે આરોપી મોહન કાબા ચાવડીયા રહેવાસી નોંઘણચોરા તા.કોટડાસાંગાણી વાળો પણ ખેતર વિસ્‍તામાં ઢોર ચરાવતો ત્‍યારે ભોગબનનાર સાથે ઓળખાણ થયેલી અને અવાર નવાર શરીર સંબંધ બાંધતા અને જેને કારણે ભોગબનનારને પેટમાં બે માસનો બર્ભ રહી ગયેલા.

ત્‍યારબાદ ભોગ બનનારને આરોપી મોહન કાબાભાઈ ચાવડીયા ચોટીલા તથા અમદાવાદ વિસ્‍તારમાં લઈ ગયેલ અને ત્‍યા પણ ભોગબનનાર સાથે મોહન કાબાએ શરીર સંબંધ બાંધેલ અને જેની જાણ ભોગબનનારના માતા-પિતાને થતા ભોગબનનારની માતાએ કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશનામાં આરોપી મોહન કાબાભાઈ ચાવડીયા સામે ફરીયાદ કરેલ હતી.

આ ફરિયાદ થતા આરોપી મોહનની એલ.આર.ગોહીલે ધરપકડ કરલે અને ભોગબનનારનું નિવેદન લીધેલ તેમજ ભોગબનનારે  કોર્ટમાં ગર્ભપાત કરવા માટે  કોર્ટમાં અરજી કરેલ અને કોર્ટે ગર્ભપાત કરવાની પરવાનગી આપેલ

ત્‍યારબાદ મોહન કાબાભાઈ ચાવડીયા રહેવાસી નોંઘણચોરા, તા. કોટડાસાંગાણી સામે પોક્‍સો અદાલતમાં ચાર્જશીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્‍યામ કે. ડોબરીયા દ્રારા દસ્‍તાવેજી પુરાવા લિસ્‍ટ રજુ થયેલ અને  કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્‍તાવેજી પુરાવા તથા ગર્ભનો ડી.એન.એ રીપોર્ટ તથા સરકારી વકીલશ્રી ઘનશ્‍યામ ડોબરીયાની દલીલો ધ્‍યાને રાખી ગોંડલના સેશન્‍સ જજશ્રી એમ.એ.ભટ્ટીએ આજીવન કેદની સજા કુરમાવેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્‍યામ કે.ડોબરીયા રોકાયેલ હતા.

(11:47 AM IST)