<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

જસદણ-વિંછીયા પંથકમાં સ્‍વયંસેવકો પૂ.મોરારીબાપુની કથામાં સેવા આપશે

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૯ રાજકોટ ખાતે આગામી તા.૨૩મીથી સદ્દભાવના વળદ્ધાશ્રમના લાભાર્થે પૂજ્‍ય મોરારીબાપુની રામકથા યોજાય રહી છે જેમાં જસદણ અને વીંછિયા પંથકમાંથી બહોળી સંખ્‍યામાં સ્‍વયંસેવકો અને ભાવિકો મોટી સંખ્‍યામાં ઊમટી પડશે.

 રાજકોટ ખાતેના સદ્દભાવના વળદ્ધાશ્રમના આ કાર્યને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ યુવા ખેડુત આગેવાન અને જસદણ નગરપાલિકાના પુર્વ પ્‍રમુખ પ્રતિનિધિ અલ્‍પેશભાઈ રૂપારેલિયા સહીત વિજયભાઈ ડોબરીયા અને તેમની ટીમની આ સેવા નું કામ દેશભરમાંથી વખાણ્‍યું છે ત્‍યારે આ વળદ્ધાશ્રમ હવે વિશાળ બનવાં તરફ જઈ રહ્યું છે ત્‍યારે એમાં જીવનના છેલ્લાં પડાવના હજજારો વળદ્ધોને એમાં જબરી રાહત મળશે.

(11:59 AM IST)