<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ભાડલાના કમળાપુરમાંથી પૂર્વ પત્‍નીનું અપહરણ કરનાર શખ્‍સ સહિત ૮ શખ્‍સો રીમાન્‍ડ ઉપર

રૂરલ એલસીબી તથા ભાડલા પોલીસે રાજકોટના પ સહિત ૮ શખ્‍સોને ઝડપી લીધા : બે કાર કબ્‍જે કરાઇ

 

 

તસ્‍વીરમાં પડકાયેલ શખ્‍સો નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૯ :  ભાડાલાના કમળાપુરમાંથી પૂર્વ પત્‍નીનું અપહરણ કરનાર શખ્‍સ અને રાજકોટના પ સહિત ૮ શખ્‍સોને પોલીસે ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામને એક દિ'ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

મળતી વિગતો મુજબ ગઇ તારીખ તા ૧૫ ના રોજ રાત્રીના ભાડલા પો.સ્‍ટે. વિસ્‍તારના કમળાપુર ગામે આ કામના ફરીયાદીના રહેણાંક મકાને રાત્રીના સમયે ે આરોપી કિરણ મનસુખભાઇ રામાણી તથા બે અજાણ્‍યા આરોપીઓ છરીઓ સાથે વંડી ઠેકીને ગુન્‍હાહીત ગુપ્ત ગુહ અપ-પ્રવેશ કરી, આરોપી કિરણે ફરીયાદીની દિકરીની મરજી વિરુધ્‍ધ બળજબરી પુર્વક લઇ જતો હોય, દરમ્‍યાન અજાણ્‍યા બે આરોપીઓ પૈકી એક આરોપીએ ફરીયાદીની પત્‍ની/સાહેદને જમણા હાથના કાંડાના ભાગે છરીનો હાથો મારતા મુંઢ ઇજા પહોંચાડી, ફરીયાદીના ભાઇ/સાહેદને જમણા હાથની આંગળીઓના ભાગે છરીનો હાથો મારતા ફુટ જેવી સામાન્‍ય ઇજા પહોંચાડી, ધક્કો દેતા જમણા પગના ગોઠણે ઇજા પહોંચાડી, અજાણ્‍યા આરોપીએ છરી બતાવી સિલ્‍વર કલરની ટેક્ષી પાર્સીંગની અર્ટીકા ફોરવ્‍હીલ ગાડી રજી. નં.-જી.જે. ૦૩ બી.વાય. ૬૭૪૬ માં બેસાડી લગ્ન વિગેરે કરવાની ફરજ પાડવા માટે બળજબરીથી ફરીયાદીની દિકરીનું અપહરણ કરી લઇ જઇ જતા ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી.

આ ગુનાની ગંભારતા ધ્‍યાને લઇ જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોર  દ્વારા તેમજ ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ દ્વારા ભોગબનનાર તથા આરોપીઓને સત્‍વરે પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. ના પો.ઈન્‍સ  વી.વી.ઓડેદરા સાહેબ તથા ભાડલા પો.સ્‍ટે. ના પ્રો.પો.સબ.ઇન્‍સ એ.એન.કામળીયાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને ભાડલા પો.સ્‍ટે. ના સ્‍ટાફના માણસો દ્રારા અલગ અલગ ટીમો બનાવી તત્‍કાલીક અસરથી તપાસ અલગ અલગ જગ્‍યાના આશરે ૫૦ થી વધુ સી.સી.ટી.વી. ચેક કરી તેમજ ઇ-ગુજકોપની મદદથી શંકાસ્‍પદ વાહનો સર્ચ કરી તથા હ્યુમન સોર્સીસથી ગણતરીની કલાકમાં સિલ્‍વર કલરની ટેક્ષી પાસીંગની અર્ટીકા ફોરવ્‍હીલ ગાડી રજી. નં. જી.જે. ૦૩ બી.વાય. ૬૭૪૬ ની ઓળખ કરી બાદમાં બીજી બદલાવેલી હોન્‍ડા સીટી ગાડી શોધી કાઢી આ ગુનો કરનાર ઇસમોની માહીતી મેળવી ગુન્‍હાને અંજામ આપનાર કિરણ મનસુખભાઇ રામાણી રહે. કમળાપુર ગામ વાળાને પકડી પાડી તેની પુપરછ કરતા તેને આ ગુનો કરેલની કબુલાત આપતા તેને આ ગુનામા અટક કરી બાદ વધુ  

પુછપરછ કરતા અન્‍ય સહ આરોપી મોહિત ઉર્ફે બન્ની સુરેશભાઇ પરમાર રહે. રાજકોટ, આંબેડકરનગર, રોહિત ઉર્ફે ટકો ગોરધનભાઇ વાલાણી રહે. રાજકોટ, ગંજીવાડા, દશરથ જીવરાજભાઇ ગોહીલ રહે. પાયડી ગામ તા. ગોંડલ, આશીષ ઉર્ફે કાનો ભરતભાઇ નિમાવત રહે. રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, ભરત મનોજભાઇ વાઘેલા રહે. ખોડાપીપર ગામ તા. પડધરી, રણછોડ મઘાભાઇ સોહલા રહે. રાજકોટ રૈયાધાર તથા વૈભવ દિલીપભાઇ પીપરીયા રહે. રાજકોટ, મોરબી રોડ, સામેલ હોવાનું ખુલતા તમામની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ એક દિ' ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ આરોપી કિરણના અપહૃત યુવતી સાથે લગ્ન થયા બાદ બન્નેના છૂટાછેડા થઇ ગયા હતાં. અપહૃ યુવતીના લગ્નની બીજે વાત ચાલતી હોય જેની પણ આરોપી કિરણને થતા સાગ્રીતો સાથે મળી પૂર્વ પત્‍નીનું અપહરણ કર્યુ હતું.

(12:23 PM IST)