<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

જુનાગઢ માંગનાથ બજારમાં લોકોની નજર ચુકવી પર્સની ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ

જુનાગઢ, તા. ૧૯ :   જુેનાગઢ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક નિલેષ જાજડીયાની સુચના  દ્વારા  એ.ડીવી. પો.સ્‍ટે. કલમ ૩૦૩(૨),૫૪ મુજબનો ગુન્‍હો રજી. થયેલ જેમાં મહીલા ગેંગ દ્વારા જુનાગઢ માંગનાથ બજારમા ખરીદી કરવા આવતી મહીલાઓની નજર ચુકવી મહીલાઓના પર્સ ચોરી કરી ફરીયાદીના પર્સમા રહેલ સોનાની વીટી નંગ-૦૨ કી.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૭૬૦૦/- તથા અન્‍ય એક મહીલાના પર્સની ચોરી કરી જે પર્સમા રહેલ રોકડા રૂપીયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૩૭,૬૦૦/- ની ચોરી કરી નાશી ગયેલ.

બાતમીદારો મારફતે તથા વિશ્વાસ પ્રોઝેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી તપાસ કરી કરાવતા આ કામે સંડોવાયેલ આરોપી મહીલા ગેંગને ગુન્‍હામાં ગયેલ મુદામાલ સાથે (૧) રેખાબેન વા/ઓ સાગરભાઇ રામજીભાઇ મકવાણા દે.પુ. (૨) નન્નીબેન વા/ઓ ભરતભાઇ કિશોરભાઇ ચાવડા દે.પુ. રહે બન્ને-ગોંડલ બાલા આશ્રમની બાજુમા સરકારી દવાખાના પાસેથી ઝડપી લઇ  (૧) સોનાની વીટી નંગ-૦૨ કીરૂ. ૨૦,૦૦૦/- (૨) રોકડા રૂપીયા ૧૭,૬૦૦/- કબ્‍જે કરેલ છે.

કામગીરી એ ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. બી.બી.કોળીની સુચના મુજબ પો.સબ.ઈન્‍સ જે.આર.વાઝા તથા મહીલા પો.હેડ.કોન્‍સ તેજલબેન સિંધવ તથા પો કોન્‍સ કલ્‍પેશભાઇ ચાવડા તથા પો કોન્‍સ વીક્રમભાઇ પરમાર તથા પો.કોન્‍સ જીગ્નેશભાઇ શુકલ તથા વિક્રમભાઇ છેલાણા તથા જયેશભાઇ કરમટા તથા સાજીદખાન બેલીમ તથા નરેન્‍દ્રભાઇ બાલસ તથા જુવાનભાઇ લાખણોત્રા તથા પો.કોન્‍સ.નીલેષભાઇ રાતીયા તથા નેત્રમ શાખા (કમાંન્‍ડ એન્‍ડ કંટ્રોલ) ના પો.સબ.ઇન્‍સ પી.એચ.મશરૂ તથા તેમની ટીમ સાથે રહી કામગીરી કરેલ છે

(1:57 PM IST)