તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Tuesday, 19th November 2024
પોરબંદરમાં આર્મી નેવી એરફોર્સની કવાયતમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડે ઉપસ્થિત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: ચોપાટી ખાતે રાજમહેલની પાછળ આર્મી નેવી એરફોર્સની કવાયતમાં હાજરી આપવા આર્મી ચીફ જનરલ મનોજ પાંડે આવી પહોંચ્યા છે.
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેની ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે લશ્કરની ત્રણેય પાંખો તથા વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કવાયતો શરૂ થઇ છે.
આર્મી નેવી એરફોર્સ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા આ દિલધડક કવાયતો સાથે ધરતીકંપ વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં લશ્કરના જવાનો દ્વારા થતી રાહત અને બચાવ કાર્યનું નિર્દેશન- પ્રયોગો થઇ રહ્યા છે. લશ્કરની ત્રણેય પાંખો દ્વારા આ કવાયત આજથી બે દિવસ ચાલશે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
