<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

શ્રી લોહાણા યુવા સંગઠન ગાંધીનગરનાં પદયાત્રીઓ ગોંડલ પહોંચ્‍યા

ગોંડલઃ દેને કો ટુકડા ભલા... લેને કો હરિ કા નામ... તાકે પદ વંદન કરું જય જય જલારામ... સંત શિરોમણી પૂ. જલારામબાપા ની ૨૨૫ મી જન્‍મજયંતિ ઠેર ઠેર ધામધૂમ થી ઉજવાઈ હતી. અને ઠેર ઠેર થી લોકો ચાલી ને વીરપુર દર્શનાર્થે આવતા હોઈ છે ત્‍યારે શ્રી લોહાણા યુવા સંગઠન ગાંધીનગરથી પદયાત્રીઓ ગોંડલ પહોંચ્‍યા હતા. ૧૦ નવેમ્‍બર ના રોજ ગાંધીનગરથી સંઘ નું પ્રસ્‍થાન કરી આજે ગોંડલ ખાતે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન વિસામો લઇ ધન્‍યતા અનુભવી હતી. છેલ્લા ૨૫ વર્ષથી આ સંઘ દર વર્ષની માફક ગોંડલ પદયાત્રીઓ પહોચે ત્‍યારે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન તથા શ્રી રઘુવંશી સોશ્‍યિલ ગ્રુપના કાર્યકરો તેમની સેવા કરવાનો લાભ અવશ્‍ય લ્‍યે છે અને આ વખતે સતત ૨૬ વર્ષથી ચાલી ને મોટી સંખ્‍યામાં ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા. ધૂન-ભજન-કીર્તન ની સાથે પદયાત્રીઓ માટે ગોંડલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સુંદર રહેવા તથા મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે. આ તકે ગોંડલ લોહાણા મહાજન ના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, લોહાણા વિદ્યાર્થી ભવન ના પ્રમુખ કિશોરભાઈ ઉનડકટ, રઘુવંશી ક્રેડિટ કો.ઓપ. બેન્‍ક ના ચેરમેન જગદીશભાઈ ખીમાણી, શ્રી રઘુવંશી સોશ્‍યિલ ગ્રુપના પ્રમુખ મિતુલભાઈ ખીમાણી, વિક્રમભાઈ તન્ના સહિતના જ્ઞાતિશ્રેષ્ઠિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:07 AM IST)