News of Wednesday, 20th November 2024
ભાવનગરમાંથી રૂા.૧૦ લાખનો દારૂ ભરેલ આઇસર સાથે બે ઝડપાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ : એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, એક કેસરી કલરનો આઇસર રજી.નં.GJ-૨૩-AW-૪૫૫૩ માં ઉપર કાળા કલરની તાલપત્રી બાંધેલ છે. તેમા ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી નિલમબાગ સર્કલ થઇ મંત્રેશ સર્કલ તરફ આવે છે. જે બાતમી આધારે હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી આઇસર ટ્રકને પકડી લઇ ટ્રકમાં જોંતા ડ્રાઇવર કેબીનની પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળુ દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલ તેમાં ઇગ્લીંશ દારૂ સંતાડેલ હતો. પોલીસે વિદેશી દારૂની ૮,૫૪૪ બોટલો કિંમત રૂ. ૯,૬૩,૩૬૦ સહિત કુલરૂ.૧૫,૬૪,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એલ.સી.બી. તથા પેરોલ ફ્લોએ વિદેશી દારૂનો જથ્થો, આઇસર ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૫,૬૪,૪૬૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક આકાશભાઇ ઉર્ફે બલાડ મનસુખભાઇ પરમાર તથા તેની સાથે રાકેશભાઇ ઉર્ફે કાળુ પ્રવિણભાઇ સાચીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
જ્યારે પ્રવિણભાઇ ઉર્ફે બાડો શામજીભાઇ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને પકડવાનો બાકી છે, તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
