<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ચુડાના કોરડા ગામે દરોડોઃ ઢાળિયા નીચે બનાવેલ ગુપ્તખાનામાંથી ૧ લાખ ૬૮ હજારનો દારૂ મળ્‍યો!

રપ૬ બોટલ સાથે પિતાની ધરપકડઃ બિયર મંગાવનાર પુત્ર ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૦ :..  ચુડા તાલુકાના કોરડા ગામની લાંબીધાર (વેસારીયા) તરીકે ઓળખાતી સીમમાં આરોપીની માલીકીની વાડીમા ઢાળીયા નનચે જમીનમા ખાડો ખોદી ગુપ્ત ખાનું બનાવી છુ પાવી રાખેલ દારૂ -બિયરની કુલ બોટલ નં-૨૫૬ કુલ  કિ.રૂ.૧,૬૮,૧૯૨/-નો મુદામાલ સાથેએક ઇસમ પકડાઇ જઈ તથા આરોપી નં.(૨) વિપુલભાઇ ઉફે હપો મનસુખભાઇ સાકરીયા રહે.કોરડા વાળો હાજર નહી આવી ગુનો કરેલ  પકડાયેલ ઇસમ (૧) મનસુખભાઇ ધનજીભાઇ સાકરીયા રહે.ગામ કોરડા  એલ.સી.બી.ટીમ સુરેન્‍દ્રનગરના ઇન્‍સપેકટર જે.જે.જાડેજા તથા ઇ. ચા.પો.સબ.ઇ. એન.એ.રાયમા તથા સ્‍ટાફના પો.હેડ.કો.નિવર્ભાઇએ કોલા તથા પો.કો.મેહુલભાઇ મકર્વાા તથા પો.કો. રવીભાઇ પરાલીયા તથા ડરા.પો.કો.યુવરાજસિંહ વાઘેલા તથા ડરા.પો.કો.વિજયનસિંહ બોરા તથા પેરોલ ફલો સ્‍કોડના પો હેડ કો.સંજયભાઇ પાઠક તથા પો.કો.જયપાલસિંહ પરમાર એરીતેની ટીમ રારા પ્રોહીબીશનનો કેશ શોધી કાઢવામાં આવેલ છે.ચુડા તાલુકાના કોરડા ગામની સીમમાંથી દારૂની ૨૫૬ બોટલ સાથે પિતા ઝડપાયો હતો. દારૂનો જથ્‍થો મંગાવનાર પુત્ર હાજર મળ્‍યો નહોતો. એલસીબી ટીમે  દારૂની હેરાફેરી કરતાં પિતા-પુત્ર સામે ગુનો નોંધાવ્‍યો હતો.

 કોરડા ગામની લાંબીધાર વેસણિયા તરીકે ઓળખાતી સીમમાં મનસુખ ધનજીભાઈ કોળી અને તેનો પુત્ર વિપુલ ઉર્ફે હપો ખેતરમાં ઢાળિયા નીચે ખાડો ખોદી દારૂનો જથ્‍થો સંતાડી વેપલો કરી રહ્યા છે. એન.એ.રાયમા, પ્રવિણભાઈ કોલા, સંજયભાઈ પાઠક સહિતનાએ બાતમીના સ્‍થળે દરોડો પાડી દારૂની નાની-મોટી ૨૫૬ બોટલ સાથે મનસુખ કોળીને ઝડપી પાડ્‍યો હતો. દારૂનો જથ્‍થો મંગાવનાર વિપુલ ઉર્ફે હપો મનસુખભાઈ સાકરિયા હાજર મળ્‍યો નહોતો.

(11:45 AM IST)