<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ગંગ ઇન્‍ડીઅન્‍સ ભાવનગરનો પૉચમો વાર્ષિક દિન ઉજવાયોઃ નવા ચેર નિધિપ ધોળકીયા, કો.ચેર ડો. ઇશાન ધ્રુવ

ભાવનગરઃ યંગ ઇન્‍ડીઅન્‍સ, ભાવનગરનાં પાંચમો વાર્ષિક દિવસ એસ.એસ.પી.એસ. પ્રવચન તથા ગત વર્ષની પ્રવૃતિનો અહેવાલ ચેર નિહાર ચાતુર્વેદીએ આપેલ. ઉદ્વબોધન હેમંત ધોળકીયા, નમ્રતા ભટ્ટ, ચિંતન શાહ કરેલ. જેમાં વર્ષ દરમ્‍યાન થયેલ પ્રવૃતિઓ માટે ભાવનગર ચેપ્‍ટરને અભિનંદન પાઠવ્‍યા હતા. નવા ચેર તરીકે નિધીપ ધોળકીયા અને કો-ચેર તરીકે ડો. ઇશાન ધ્રુવની જાહેરાત નમ્રતા ભટ્ટે કરતા સૌએ વધાવી હતી.

આ પ્રસંગે અતિથિ વિશેષ નિશિથભાઇ મહેતા, સૌરાષ્‍ટ્ર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રકાશભાઇ ગોરસીયા, તેજસભાઇ શેઠ, કિરીટભાઇ સોની, હર્ષાબેન રામૈયા ઉપસ્‍થિત રહયા હતા.

કાર્યક્રમનું સંચાલન યંગ ઇન્‍ડીઅન્‍સના યુવા ભાઇ-બહેનએ કરેલ. આભારવિધિ ડો. ઇશાન ધ્રુવે કરેલ.

(11:53 AM IST)