News of Wednesday, 20th November 2024
સલાયા રામ મંદિરેથી કોઇને કહયા વગર નીકળી ગયેલ મહંતનો મૃતદેહ મળતા તપાસ
પુજારી અશોકભાઇ શશીકાંતભાઇ મહેતાનો મૃતદેહ નદીના પુલ નીચેથી મળ્યો'તો

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૦: ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા રામ મંદિરના પૂજારી અશોકભાઈ શશીકાંતભાઈ મહેતા (ઉ.વ. ૫૬) ગત તા. ૧૪ થી લાપતા બન્યા હતા. જે અંગે તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ વચ્ચે મંગળવારે સવારના સમયે ખંભાળિયામાં વિજય સિનેમા રોડ ઉપર આવેલી તેલી નદીના પુલની નીચેના ભાગે એક મળતદેહ પડ્યો હોવા અંગેની સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને મળતદેહનો કબજો મેળવ્યો હતો.
જેની તપાસમાં આ મળતદેહ સલાયાના અશોકભાઈ મહેતા નામના અપરણિત પ્રૌઢનો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે મળતદેહના પોસ્ટમોર્ટમ તેમજ પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. મળતક પ્રૌઢને પરિવારમાં માત્ર એક ભાઈ જ હોવાનું તેમજ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઉપરોક્ત બનાવ અંગે મળતકના પિતરાઈ ભાઈ ચંદનભાઈ મહેન્દ્રભાઈ મહેતા (ઉ.વ. ૪૨) એ અહીંની પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના મોટા બાપુના દિકરા અશોકભાઈ ગત તારીખ ૧૪ ના રોજ સલાયાના રામ મંદિરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા બાદ મંગળવારે સવારના સમયે ખંભાળિયાની તેલી નદીના પુલ નીચેથી તેમનો મળતદેહ મળી આવ્યો હતો.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
