તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 20th November 2024
ચોટીલાના હબિયાસર ગામે જુથ અથડામણ
એક જ જ્ઞાતિ ના બે જૂથના ઝગડામાં ૫ થી ૭ લોકોને સામાન્ય ઇજા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ર૦: ચોટીલા નાં હબિયાસર ગામે એક જ જ્ઞાતિ ના બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો જોકે સામાન્ય ઝગડો થતા આગેવાનોની દરમ્યાનગીરી કરતા સમગ્ર મામલો સમાધાન તરફ ફટાયો છે.સ્થાનિક કક્ષાએ મળતી માહિતી મુજબ ગઇ કાલે છોકરાઓને વિડીયો ગેમ્સ રમતા હતા તેમા ગેમ્સ રમતા બાળકો વચ્ચે બોલાચાલી થયેલ હતી જે મામલે આજે મોટેરા વચ્ચે બોલચાલ થતા એક જ જ્ઞાતિ નાં બે જુથો વચ્ચે સામાન્ય બાબતમાં અથડામણ થયેલ હતી
બંન્ને જુથની મારામારી થતા પાચ થી સાત જેટલા લોકો ને ઇજા પહોચી હતી ઇજાગ્રસ્તો ચોટીલા અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દોડી ગયેલ હતા અને મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. ઝગડા અંગે આગેવાનોને જાણ થતા બંન્ને તરફનાં લોકોને સમજાવટ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરાયેલ પરંતુ સફળતા સાંપડી ન હોવાની ચર્ચા છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
