News of Wednesday, 20th November 2024
પૂ. તનસુખગીરી મહારાજની ગેરહાજરીથી ગિરનાર-જુનાગઢ તિર્થ આધ્યાત્મ ક્ષેત્ર અલભ્ય ખોટ અનુભવશેઃ ડોલરભાઇ કોટેચા
બ્રહ્મલીન મહંતને શ્રધ્ધાંજલી અર્પણ નેશનલ ફેડરેશન ઓફ ખેતી બેન્ક અને ધી ગુજરાત સ્ટેટ કો. ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કના ગુજરાત ચેરમેન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૦: ગીરનાર તીર્થક્ષેત્ર ના માં અંબાજી શક્તિપીઠ -દત શિખર અને શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના મહંતશ્રી પુજય મોટા પીરબાવા તનસુખગીરીજી બાપુ બ્રહ્મલીન પામતા, નેશનલ ફેડરેશન ઓફ ખેતી બેંક (નાફકાર્ડ) અને ધી ગુજરાત સ્ટેટ કો - ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક) ગુજરાત ના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા જણાવાયેલ કે, સમગ્ર જુનાગઢ તીર્થ ક્ષેત્ર ને એક ના પુરાય શકે તેવી મોટી ખોટ પડેલ છે.
બ્રહ્મલીન મહંત શ્રી તનસુખગીરીજી બાપુ એક સૌમ્ય અને વાત્સ્યસભર વ્યક્તિત્વ ધરાવનાર સંત હતા આવા સંતની ગેરહાજરીથી ગીરનાર અને જુનાગઢ તીર્થ આધ્યાત્મ ક્ષેત્રે એક અલભ્ય ખોટ અનુભવશે, મહંતશ્રી તનસુખગીરીજી મહારાજ ગીરનાર ક્ષેત્રે માં અંબાજી શક્તિપીઠ જેવા દુર્ગમ સ્થાને આવતા શ્રધાળુઆ, ભાવિક ભક્તજનોના માં અંબાજીના દર્શન સુલભ બની રહે તે માટે વર્ષો થી કાર્યરત રહેલ તેમજ ભક્તજનો માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ, ગીરનાર રોપ-વે થયા પહેલા તો ગીરનાર પર્વત પર ભોજન - પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે ઘણું જ કઠીન કાર્ય હતું પણ મહંતશ્રી દ્વારા કયારેય પણ આવી દુવિધાઓ ની પરવા કર્યા વગર માં અંબાજી ના દર્શનાર્થે આવતા ભાવિકો માટે આવી બધી પ્રાથમિક સુવિધાઓ વધુ ને વધુ ઉપલબ્ધ કરાવવામાં આવતી, ગીરનાર રોપવે ના નિર્માણ વખતે પણ ગીરનાર ક્ષેત્ર ના તમામ સંતો મહંતો, વેપારીઓ અને સરકારશ્રી સાથે સતત સંપર્કમાં રહી મહંતશ્રી દ્વારા રોપ-વે નિર્માણમાં પણ સરકારશ્રી ને ખુબ જ સારો સહયોગ અપાયેલ હતો.
આ સિવાય જુનાગઢ ગામ વિસ્તારમાં પણ વિવિધ સામાજિક પ્રવળતિઓ જેવી કે ગરીબ કન્યાઓ ના સમૂહ લગ્ન, વિદ્યાર્થી સન્માન સમારોહ, અન્ય વળદ્ધાશ્રમો - અનાથ આશ્રમો - અંધજન મંડળો - બહેરા મૂંગા શાળાઓ જેવી વિવધ સંસ્થાઓ હોય કે અન્ય સામાજિક સંસ્થાઓ ની અન્નદાન, વષાદાન જેવી વિવિધ સામાજિક પ્રવળતિઓમાં મહંતશ્રી કાયમ અગ્રેસર રહેતા આ ઉપરાંત હિન્દુ ઉત્સવ સમિતિ ના રામ નવમી, જન્માષ્ટમી, જગન્નાથજી રથ યાત્રા જેવી વિવધ રથયાત્રાઓ અને અન્ય પ્રવળતિઓ વખતે પણ મહંતશ્રી નું યોગદાન વિશિષ્ટ રહેલ. શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા વિશેષ માં જણાવાયેલ કે બ્રહ્મ લીન મહંત શ્રી તનસુખગીરીજી મહારાજ ના દેવલોક ગમનથી સમગ્ર જુનાગઢ ના સનાતની ભાવિકોની જેમ તેઓ પોતે અને સમગ્ર ખેતી બેંક પરિવાર ઊંડા શોકની લાગણી અનુભવે છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
