News of Wednesday, 20th November 2024
ગોંડલના મોટા દડવા ગામે રાજકોટના યુવાન ઉપર થયેલ જીવલેણ હુમલાના ગુનામાં પકડાયેલ આરોપીને પાંચ વર્ષની રકમ
નજરે જોનાર સાહેદો-મેડીકલ પુરાવાથી ફરીયાદ પક્ષના કેસને સમર્થન મળે છે : એ.પી.પી. બિનલબેન રવેશીયાની સફળ રજૂઆત બાદ સેસન્સ જજ શ્રી ગોહિલે આપેલ ચુકાદો

રાજકોટ, તા. ર૦ : ગોંડલના મોટા દડવા ગામે રાજકોટના યુવાન ઉપર જીવલેણ હુમલો કરી મહાવ્યથા પહોંચાડી -હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપી વિશાલ ડધાભાઇ સોલંકીને રાજકોટના સેસનસ જજ શ્રી વી.બી. ગોહિલે પાંચ વર્ષની સજા ફટકારી હતી અને અન્ય આરોપીઓનો કોર્ટે છુટકારો ફરમાવેલ હતો.
ફરીયાદની હકીકત મુજબ તારીખ ૧૯ ૯ ૨૦૧૭ ના રોજ ફરિયાદી અનિલભાઈ કુવાડીયા રહે મોટા દડવા તાલુકા ગોંડલ જીલ્લો રાજકોટ વાળા બપોરના સવા એક વાગ્યાના વખતે ગામમાં વાઘા ભગત ની જગ્યાએ વાઘા ભગતની તિથિ હોવાથી જમણવાર રાખેલ હોય જેથી આ જમણવારમાં મારી કાર લઈને જમવા માટે ગયેલ આ વખતે ગામના વિશાલ વિભાભાઈ સોનારા તથા પ્રકાશ તથા વિરાજ તે ત્રણે જણા મારી કાર પાસે આવેલ અને મને કહેલ કે તું અમારી સામે કાતરો કેમ મારે છે તો મેં કહેલ કે હું કાંઈ કાતરો મારતો નથી તો આ લોકો ઉશ્કેરાયેલા અને મને ગાળો આપવા લાગેલા અને કહેવા લાગેલ કે તું અમારી સામે કાતરો મારે છે અમારી સામે કોઈ જોઈ શકતું નથી એમ કહી ભૂંડા બોલી ગાળો આપવા લાગેલ અને માથાકૂટ ચાલુ હતી ત્યારે અમારા ગામના નિલેશભાઈ વિભાભાઈ તથા ભૂરો ઉર્ફે વિજય તેમની સ્વીફ્ટ ગાડીમાં તથા ઘનશ્યામ તથા ડાયાભાઈ તેમના બાઇકમાં ત્યાંથી નીકળેલા અને આવીને તે પણ ગાળો બોલવા લાગેલા અને બોલાચાલી વધતા અમારા ગામના વિશાલ ડઘાભાઈ સોનારાએ સ્વિફ્ટ માંથી પાઇપ કાઢી મારા માથામાં મારવા ગયેલ જેથી મેં હાથ આડો રાખતા હાથમાં લાગેલ અને હાથમાં ફેક્ચર જેવી ઇજા થયેલ હતી
આ લોકોએ ગાડીમાંથી પાઇપ ધોકા કાઢી મને મારવા લાગેલ આ લોકોએ મને આડેધડ પાઇપ અને ધોકાથી મારેલ અમારા ગામના હિંમતભાઈ અને બીજા લોકો આવી ગયેલ અને મને બચાવેલ ત્યારે આ લોકો ત્યાંથી જતા જતા બોલતા ગયા કે આ લોકોએ તને બચાવેલ નહિતર આજે તને મારી નાખવો હતો. તું કોઈને ફરિયાદ કરતો નહીં નહિતર જાનથી મારી નાખીશું ત્યારબાદ આ બાબતની ફરિયાદ મેં પોલીસમાં લખાવેલી અને અન્ય સાહેદોના નિવેદન પણ લેવામાં આવેલા તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ થયેલ અને કેસ કમીટ થતા સરકાર તરફે બીનલબેન અશોકભાઈ રવેશીયા હાજર થયા અને તમામ સાહેદોના અને ફરિયાદીની જુબાની કોર્ટમાં થયેલ હતી.
સરકાર પક્ષે દલીલું પણ થયેલ તમામ આરોપીનું ઇન્વોલમેન્ટ હાલના કેસમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું અને નજરે જોનાર સાહેદો એ પણ ફરિયાદને સમર્થન આપેલ છે તેમજ મેડિકલ પુરાવો પણ ફરિયાદને સમર્થન કરે છે આરોપીઓએ માનવ હત્યા ની કોશિશનો ગંભીર ગુનો આચરેલ હોવાનું ફરિયાદની જુબાની પરથી જણાઈ આવે છે તમામ સાહેબોની જુબાની જોતા હાલના કેસમાં આઈપીસી કલમ ૩૦૭ ૩૨૫ ૩૨૪ ૫૦૪ ૫૦૬ ૨ અને ૧૧૪ ના તત્વો ફલિત થાય છે જેથી તમામને સજા કરવાની સરકાર પક્ષની દલીલો કોર્ટમાં થયેલી સરકાર પક્ષની દલીલ તેમજ આરોપી પક્ષની દલીલ સાંભળ્યા પછી કોટી આરોપી નંબર એક વિશાલ ડખાભાઈ સોનાનેઆઈપીસી કલમ ૩૨૫ હેઠળ પાંચ વર્ષની સજા અને ૨૦૦૦ નો દંડ અને આઇપીસી કલમ ૩૨૪ હેઠળ ત્રણ વર્ષની સજા અને બે વર્ષનો દંડ અને જીપીએફ કલમ ૧૩૫ હેઠળ એક વર્ષની સજા અને સો રૂપિયા નો દંડ બધી જ સજા સાથે ભોગવવી તેઓ હુકમ કરેલ છે આ કામમાં સરકાર પક્ષે બીનલબેન અશોકભાઈ રવેશીયા રોકાયેલા હતા
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
