<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

૧૩પ નિર્દોષ વ્‍યકિતનો ભોગ લેનાર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ૧૦ આરોપીની બિન-તહોમત છોડી મુકવા અરજી

આરોપીઓ વિરૂધ્‍ધ સરકાર પક્ષે સુચિત ‘તહોમતનામુ' રજુ થતાં દશ આરોપીઓ દ્વારા આઇપીસી ૩૦૪ અને ૩૦૮ મુજબ ગુનો બનતો ન હોવાનું જણાવી ડીસ્‍ચાર્જ અરજી કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૦ :  મોરબીમાં વર્ષ ૨૦૨૨માં ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબીની કોર્ટમાં આજે તમામ ૧૦ આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્‍યું હતું જેની સાથે સાથે તમામ ૧૦ આરોપીઓએ તેમની સામે લગાવવામાં આવેલ આઇપીસી કલમ ૩૦૪ અને ૩૦૮ સહિતની કલમો મુજબ ગુન્‍હો બનતો ન હોવાનું જણાવી દસેય આરોપીઓએ તેમના ચાર વકીલો મારફતે અલગ -અલગ પાંચ ડિસ્‍ચાર્જ અરજી કરતા હવે સરકારપક્ષ દ્વારા આ અરજીઓ સામે વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે. તેમ જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ૩૦ ઓક્‍ટોબર ૨૦૨૨ના રોજ મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સરકારે ઝૂલતાપુલનું સંચાલન કરનાર અજંતા -ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, બે મેનેજર સહિત કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્‍યવધ સહિતની કલમો મુજબ ગુન્‍હો દાખલ કરાવ્‍યો હતો, જો કે, તમામ આરોપીઓની ધરપકડ બાદ લાંબો સમય સુધી આરોપીઓ જેલમાં રહ્યા બાદ હાલમાં તમામ આરોપીઓ જેલમુક્‍ત છે ત્‍યારે મંગળવારે મોરબી કોર્ટમાં તમામ ૧૦ આરોપીઓ વિરુદ્ધ સરકારપક્ષે સૂચિત તહોમતનામું રજૂ કર્યું હતું.

સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્‍યું હતું કે, ઝૂલતાપુલ કેસમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયા બાદ હવે કોર્ટ તહોમતનામું માન્‍ય કરે છે કે સુધારા વધારા સૂચવે છે તે બાદ કેસ આગળ ચાલશે, બીજી તરફ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્‍યું હતું કે, મંગળવારે તમામ ૧૦ આરોપીઓ વતી તેમના વકીલોએ અલગ -અલગ પાંચ અરજી કરી દસેય આરોપીઓ સામે લગાવવામાં આવેલ આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૬, ૩૩૭ અને ૩૩૮ મુદ્દે ડિસ્‍ચાર્જ અરજી કરી આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૪ અને ૩૦૮ મુજબ ગુન્‍હો બનતો ન હોવાનું જણાવી ડિસ્‍ચાર્જ અરજી કરી હતી.

વધુમાં મોરબી કોર્ટમાં આરોપીઓ દ્વારા ડિસ્‍ચાર્જ અરજી કરવામાં આવતા હવે સરકાર તરફે આરોપીઓની અરજી સામે વાંધા સૂચન રજુ કરવામાં આવશે તેમ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્‍યું હતું.

આઇપીસી કલમ ૩૦૪ શું છે ?

ઝૂલતા પુલ કેસમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૪ લગાવવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા મુજબ, જે કોઈ પણ વ્‍યક્‍તિ બદ ઈરાદે હત્‍યા કરે છે, તેને આરોપી માનવામાં આવશે. ત્‍ભ્‍ઘ્‍ની કલમ ૩૦૪ખ્‍ મુજબ, જે કોઈ પણ વ્‍યક્‍તિનું મળત્‍યુ ઉતાવળ અથવા બેદરકારીના કોઈપણ કળત્‍યથી કરે છે જે દોષિત માનવહત્‍યાનું પ્રમાણ નથી, તે આવા ગુના માટે દોષિત માનવામાં આવશે.

આઇપીસી કલમ ૩૦૮ શું છે ?

ઝૂલતા પુલ કેસમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૮ લગાવવામાં આવી છે.ત્‍યારે આઇપીસીની કલમ ૩૦૮ એટલે જાણીબૂઝીને એવું કળત્‍ય કરવું કે જેમાં તે ગુનો કરનારને જાણકારી હોય અને તેમાં સામે- વાળી વ્‍યક્‍તિને ઇજા પહોંચે અને જો તેમાં તે વ્‍યક્‍તિનું મળત્‍યુ થાય તો આઇપીસી કલમ ૩૦૮ હેઠળ ગુન્‍હો દાખલ કરવામાં આવે છે.

(12:20 PM IST)