News of Wednesday, 20th November 2024
દ્વારકામાં વિપ્ર વૃધ્ધને ફસાવીને હનીટ્રેપઃ ૨ મહિલા સહિત ૫ સામે ગુન્હો

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૨૦: દ્વારકામાં રહેતા ૬૧ વર્ષના એક નિવૃત્ત બ્રાહ્મણ વૃદ્ધ ગઈકાલે મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને મળી હતી. આ સ્ત્રીઓએ પોતે દ્વારકામાં કઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું. આ બહાને બંને સ્ત્રીઓ ફરિયાદી વિઙ્ગવૃદ્ધના મોટરસાયકલ પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા.
અહીં તેઓ પાસે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ પાંચેયવ્યકિતઓએ એકસંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યોહતો. આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમનો ઓનલાઈનટ્રાન્જેકશનનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યાર બાદ તેમના મોબાઈલમાં એકપેટ્રોલ પંપના ક્યુ.આર. કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા ૩૯,૦૦૦ ટ્રાન્સફર કરી,ત્યાંથી ઉપરોકત રકમ ઉપાડીને આપ્રકારે લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં,અનિલકુમાર નામના એક આસામીને પણ ચીટર ટોળકીએ આ પ્રકારે રૂપિયા૪,૦૦૦ ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસે વિઙ્ગવૃદ્ધની ફરિયાદ પરથી બે અજાણી સ્ત્રીઓ તથા ત્રણ અજાણ્યા પુરુષો મળી કુલ પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ પી.આઈ. ડી.એચ. ભટ્ટ ચલાવી રહ્યા છે. ત્યારે સમાજમાં લાલબત્તી રૂપ આ કિસ્સાએ દ્વારકા પંથકમાં ચર્ચા જગાવી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
