<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

જેતપુરના પીપળવાના પાટીયા પાસે કારે બાઇકને ઉલાળતા એક જ પરિવારના પાંચને ઇજા

 રાજકોટ જૂનાગઢ હાઇવે પર  પીપળવા ગામના પાટિયા નજીક ગઇકાલે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ગઈ કાલે પીપળવા ગામેથી પોતાના બાઇક લઈને જેતપુર કોઈ કામ અર્થે જતા માલધારી સમાજના બોઘાભાઈ ભીખાભાઈ ડાભી, લખાભાઇ રાણાભાઇ ડાભી, હેતલબેન લખાભાઈ ડાભી, અજયભાઈ બોઘાભાઈ ડાભી અને રવિભાઈ લખાભાઇ ડાભીને જેતપુરથી જૂનાગઢ પૂરપાટ ઝડપે જતી કિયા કારે પીપળવા ગામના પાટિયા નજીક હડફેટે લેતા બન્ને બાઇક સવારો હવામાં ફૂટબોલની માફક ફંગોળાયા હતા બાઈક સવાર પાંચેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. એકજ પરિવારના પાંચ સભ્યોનો અકસ્માત થતા ઘટના સ્થળે ટ્રાફિક જામ સર્જાયો હતો.  જયારે કાર ચાલક  ત્યાંથી છનનન થઈ ચુક્યો હતો.લોકોએ ગામના પાટિયા નજીક રોડ પર સર્વિસ રોડ અને ડિવાઈડરની વારંવાર માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે પ્રથમ સારવાર માટે જેતપુર સીવીલ હોસ્પિટલ બાદ જૂનાગઢ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેતપુર તાલુકા પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કિલયર કરાવી ફરી રસ્તો કાર્યરત કરી કાર ચાલક વિશે તપાસ કરતા કાર ચાલક કડી કલોલ ગામનો આસિફ મંડલી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે કારને ટો કરી તાલુકા પોલીસ મથકે પહોંચાડી આરોપી આસિફ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. તસ્વીરમાં અકસ્માત ગ્રસ્ત બંને વાહનો અને ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ - કુલદીપ જોશી - જેતલસર)

(1:42 PM IST)